ટ્રેન્ડિંગનેશનલ

મોદી હૈ તો મુમકિન હૈ: 2029 થી મહિલાઓને લોકસભામાં કયો ફાયદો, વાંચો આ વિગતો

અમદાવાદ. 12 જૂન 2025  Women’s quota in India’s Parliament 2029 દરેક ક્ષેત્રમાં મોદી સરકાર નવા અને લોકલક્ષી પગલાં ભરી રહી છે ત્યારે મહિલાઓ માટે સારા સમાચાર આવ્યા છે. સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવા હવે સંસદ અને વિધાનસભાઓમાં પણ નિશ્ચિત સ્થાન મળશે. વાંચો શું  થશે ફાયદો.

2029ની લોકસભા ચૂંટણી માટે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠકો અનામત રાખવાનો લક્ષ્યાંક મોદી સરકારે નિર્ધારિત કર્યો છે. આ પગલું આગામી વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જોડાયેલું છે. જે મહત્ત્વનું સાબિત થશે.

નારી શક્તિ વંદન અધિનિયમથી સ્ત્રીઓને મળશે હક  

નારી શક્તિ વંદન અધિનિયમ, અથવા મહિલા અનામત બિલ, લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠકો અનામતનો ફાયદો કરાવશે. 2023માં સંસદમાં પસાર થયેલા કાયદામાં જોગવાઈઓ અનુસાર, લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો માટે અનામત કાયદો લાગુ કરાયો છે. ત્યારબાદની પ્રથમ વસ્તી ગણતરીના આંકડાઓના આધારે સીમાંકન કવાયત હાથ ધરવામાં આવશે. તેમાં મહિલાઓની અનામતનો મુસદો સ્પષ્ટ થશે.

તમિલનાડુના મુખ્યમંત્રીએ બેઠકો ઘટાડવાનો આરોપ લગાવ્યો

જૂન મહિનાની શરૂઆતમાં વસ્તી ગણતરીની તારીખની જાહેરાતથી સીમાંકન મામલે વિવાદ શરૂ થયો છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર પર તમિલનાડુની સંસદીય બેઠકો ઘટાડવાની યોજનાનો આરોપ લગાવ્યો છે. 2026 પછી વસ્તી ગણતરી પછી સીમાંકન કરવું જોઈએ તેવી તેની માગણી છે. સ્ટાલિને X પર પોસ્ટ કરી છે.

સામાન્ય ચૂંટણીઓની તારીખોની જાહેરાત પહેલાં સીમાંકન પૂર્ણ કરવું પડશે

અહેવાલો મુજબ એમ બહાર આવ્યું છે કે સરકાર મહિલા અનામત બિલ સીમાંકન પ્રક્રિયા સાથે જોડાયેલું તેમ ગણીને તેને આગામી ચૂંટણીમાં લાગુ કરવાનો લક્ષ્યાંક રાખી રહી છે. દેશમાં વસ્તી ગણતરી અને જાતિ ગણતરી કરવા માટેની કવાયત 1 માર્ચ 2027 સુધીમાં સમગ્ર ભારતમાં યોજાશે. તેથી 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલા અનામતને લાગુ કરવા માટે, સામાન્ય ચૂંટણીઓની તારીખોની જાહેરાત પહેલાં સીમાંકન પૂર્ણ કરવું પડશે.

આ પણ વાંચોઃ અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ, આગના ગોટેગોટા દેખાયા

Back to top button