ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

મોદી સરકાર 3.0 નું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી થઈ શકે છે શરુ, 20 જૂને લોકસભા અધ્યક્ષ માટે ચૂંટણી

Text To Speech

દિલ્હી, 10 જૂન: દેશની 18મી લોકસભાનું પ્રથમ સત્ર 18 જૂનથી શરૂ થવાની સંભાવના છે. સત્રની શરૂઆત ગૃહના સભ્યો તરીકે નવા ચૂંટાયેલા ઉમેદવારોના શપથ ગ્રહણ સાથે થશે. મળતી માહિતી મુજબ ત્રણ દિવસ સુધી સાંસદોનો શપથ ગ્રહણ થશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 20 જૂને થઈ શકે છે. જ્યારે રાષ્ટ્રપતિનું સંબોધન 21 જૂને થવાની સંભાવના છે. શપથ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને આ રીતે સત્રનું ઔપચારિક ઉદ્ઘાટન થશે. સત્ર દરમિયાન, વડાપ્રધાન મોદી તેમના મંત્રી પરિષદના સભ્યોનો બંને ગૃહોમાં પરિચય પણ કરાવશે.

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત લીધા વડાપ્રધાન તરીકે શપથ

નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ઉપરાંત ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ હાજર રહ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના નેતૃત્વમાં એનડીએને 293 સીટો મળી છે. જ્યારે ઈન્ડી ગઠબંધનના ઘટક પક્ષોએ 234 બેઠકો જીતી હતી. જ્યારે અન્યને 17 બેઠકો મળી છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. ભાજપે 240 સીટો જીતી છે. વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી જીતની હેટ્રિક લગાવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.

આ પણ વાંચો: 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, ક્યારે મતદાન?

Back to top button