ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

નરેન્દ્ર મોદી સાથે 65 થી 70 સાંસદો લઈ શકે છે મંત્રીપદના શપથ

Text To Speech
  • 25 થી વધુ સાંસદોને મળી શકે છે કેબિનેટનું મંત્રી પદ
  • 40 થી 45 સાંસદો બની શકે છે રાજ્ય કક્ષાના મંત્રી
  • PM ની ટીમમાં ગુજરાતમાંથી કોણ? અટકળોનું બજાર ગરમ

નવી દિલ્હી, 8 જૂન : આવતીકાલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેના શપથ લેવાના છે ત્યારે તે પહેલાં તેમના મંત્રીમંડળ અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, નરેન્દ્ર મોદી સાથે લગભગ 65 થી 70 સાંસદો મંત્રીપદના શપથ લઈ શકે છે.

કેટલા સાંસદો કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રી બનશે ?

હાલ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે સાંજે જ્યારે નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સદસ્યો શપથ લેવાના છે ત્યારે વડાપ્રધાનની ટીમમાં લગભગ 65 થી 70 સાંસદો મંત્રી બની શકે છે તેમ જાણવા મળ્યું છે. આ ઉપરાંત 25 થી વધુ સાંસદોને કેબિનેટનું મંત્રીપદ મળી શકે છે તેમજ 40 થી 45 સાંસદો રાજયકક્ષાના મંત્રી બની શકે છે.

PM ની ટીમમાં ગુજરાતમાંથી કોણ? અટકળોનું બજાર ગરમ

દરમિયાન વડાપ્રધાનની ટીમમાં ગુજરાતમાંથી કોણ મંત્રી બને છે તે અંગે અટકળોનું બજાર હાલ ગરમાયુ છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અમિત શાહ ઉપરાંત મનસુખ માંડવીયા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને એસ.જયશંકર કેબિનેટ મિનિસ્ટર બની શકે છે. તેમજ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજયકક્ષાના મંત્રી તરીકે મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.

Back to top button