અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની થાબડી પીઠ, જૂઓ શું છે કેસ

  • ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા વિકાસ આહીરનો હર્ષ સંઘવી સાથેનો ફોટો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી 

અમદાવાદ, 23 જુલાઇ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ મામલે આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. હાલમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ડ્રગ પેડલર વિકાસ આહીરનો હર્ષ સંઘવી સાથેનો ફોટો ગોપાલ ઈટાલિયાએ પોસ્ટ કરતાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ સુરત SOGએ રૂપિયા 35 લાખના ડ્રગ્સના કેસમાં વીટી ચોક્સી કોલેજના LLBના વિદ્યાર્થી અને ભાજપ લધુમતી મોરચાના ઉપપ્રમુખના પુત્ર વિકાસ આહીરને પકડ્યો હતો. વિકાસ આહીર પોતાના આઈસ્ક્રીમ પાર્લર પર ડ્રગ્સ વેચતો હતો. વિકાસ આહીર યોગી આદિત્યનાથના હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો હોવાનો તેમજ ભાજપના ટોચના નેતાઓ સાથે સંબંધ ધરાવતો હોવાની વાતો વહેતી થઈ હતી. જે બાદ હર્ષ સંઘવીએ ડ્રગ્સને કોઇ જ સરહદ ન હોવાની અને ડ્રગ્સએ આંતરરાષ્ટ્રીય મુદ્દો હોવાની પોસ્ટ શેર કરી છે અને લોકોને ડ્રગ્સ પ્રત્યે જાગૃત રહેવાની અપીલ કરી છે.

 

ડ્રગ્સ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી X પર ટ્વિટ કરીને લખ્યું કે, “ડ્રગ્સને કોઇ જ સરહદ હોતી નથી. એ સર્વત્ર છે, ડ્રગ્સએ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. અને જ્યારથી અમારી સરકારે ગુજરાતમાં તેમની સામે ઝુંબેશ શરૂ કરી છે, ત્યારથી મારી સ્પષ્ટ સૂચનાઓ છે: ‘કોઈપણ વ્યક્તિને છોડશો નહીં.’ જેમાં ભલે સામાન્ય માણસ હોય, Influencer હોય કે ભલે ખુદ હું પણ હોય. જો એજન્સીઓને કોઈનો ડ્રગ્સ સાથે સંબંધ હોવાનું જાણવા મળે, તો કોઈની પરવા કર્યા વિના તેના પર કાર્યવાહી કરે. મને એનો આનંદ છે કે ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં હજારો ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. જેમાં સાથે સેલ્ફી લેનાર Influencerનો પણ સમાવેશ થાય છે જે મને વધુ ખુશ કરે છે કારણ કે તેનાથી સાબિત થાય છે કે ગુજરાત પોલીસ કોઈપણ પ્રભાવ વિના પ્રમાણિક રીતે પોતાનું કાર્ય કરી રહી છે.”

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, “હું દરેક ગુજરાતી ભાઈ અને બહેનનો સહકાર માંગું છું. આપણે સાથે મળીને ડ્રગ સામે લડીશું. પોલીસ તેમનું કામ કરી રહી છે, પરંતુ વ્યક્તિ તરીકે, જ્યારે પણ તમને ડ્રગ્સ વિશે કોઈ માહિતી મળે, તો તેની નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં!જય ગુજરાત, જય ભારત. ડ્રગ્સને કોઈ સીમા હોતી નથી.

આ પણ જૂઓ: ગુજરાતમાં નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો જપ્ત થયેલા વાહનોની હવે તત્કાળ હરાજી થશે

Back to top button