અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

CM ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ “ગુજરાત ગુણવત્તા સંકલ્પ” કાર્યક્રમમાં રહ્યા હાજર

Text To Speech

અમદાવાદ 11 જુલાઈ 2024  : ભારતીય ગુણવત્તા પરિષદ (QCI) ભારત સરકાર દ્વારા સ્થાપિત્ત એક સંસ્થા છે. જેનાં માધ્યમથી “ગુજરાત ગુણવતા સંકલ્પ”નું આયોજન કરાયું હતું. આ સંકલ્પ ગુજરાતમાં પ્રાથમિક ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તાયુક્ત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

CM સહિતનાં મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓ હાજર

અમદાવાદના એસજી હાઇવે ખાતે આવેલા YMCA ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજે સવારે 9:30 વાગ્યાથી મોડી સાંજ સુધી ગુજરાત ગુણવતા સંકલ્પનું આયોજન કરાયું હતું. જેના ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જે બાદ મંત્રી જગદીશ પંચાલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ડો. અંજુ શર્મા અગ્ર સચિવ શ્રમ અને રોજગાર વિભાગ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

મુખ્ય ક્ષેત્રોને પુનઃસ્થાપિત કરવાનો હેતુ

કાર્યક્રમનો મુખ્ય હેતુ મુખ્ય ક્ષેત્રોને પુનઃસ્થાપિત કરવાનો છે. જેમાં શિક્ષણ અને કૌશલ્ય, ઉદ્યોગ અને MSME, આરોગ્ય, પર્યટન સંસ્કૃતિ અને ખેલકૂદ, સામાજિક વિકાસ અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સાથે આ તમામ ક્ષેત્રોમાં ગુણવત્તા યુક્ત હસ્તક્ષેપ દ્વારા સરકારની પહેલને વધારવી અને સમર્થન આપવાનો, મૂળભૂત સ્તરે ગુણવત્તાનો પાયો સ્થાપિત કરવો અને અમૃત કાળમાં વિકસિત ભારત માટે સર્વગ્રાહી ગુણવતા યુક્ત ઇકો સિસ્ટમનું નિર્માણ કરવું. સાથે ભારતના ગામોને ગુણવતા યુક્ત ગામોમાં પરિવર્તિત કરવા માટે ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા સરપંચ સંવાદનું પણ આયોજન કરાયું હતું.

વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવા પહેલ

અત્રે મહત્વનું છે કે ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસથી ગુજરાત રાજ્ય દેશનાં વિકાસમાં ઔદ્યોગિક સહિત તમામ ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે જેને લઈને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવા ઉપર રાજ્ય તથા કેન્દ્ર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ પણ વાંચો : ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂતના હસ્તે ગાંધી શ્રમ સંસ્થાનના નવા એનેક્ષી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થયું

Back to top button