ગુજરાતટ્રેન્ડિંગનેશનલવિશેષ

જૂનમાં બેંકોને મિનિ વેકેશન: આવતા મહિને બેંકો 10 દિવસ માટે બંધ રહેશે

Text To Speech
  • 15મી જૂને રાજા સંક્રાંતિ તો 17મી જૂને બકરી ઈદ

25 મે 2024, મે મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આવતા જૂન મહિનામાં 10 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં રવિવાર, બીજા અને ચોથા શનિવારના કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે. બકરીઈદના અવસર પર 17 જૂને દેશભરમાં બેંકો બંધ રહેશે. 18 જૂને પણ જમ્મુ અને શ્રીનગરમાં બેંકોનું કામકાજ રહેશે નહીં. આ ઉપરાંત 15મી જૂને રાજા સંક્રાંતિ છે

સામાન્ય રીતે અત્યારના ડિજિટલ યુગમાં લોકો બેંકો સંબંધિત મોટા ભાગનું કામ ઓનલાઈન જ કરી લે છે પંરતુ થોડા એવા પણ કામો છે જેને કારણે બેંકની રૂબરૂ મુલાકાત લેવી જરૂરી બની જાય છે. એવામાં જો તમે આવતા મહિને એટલે કે જૂન મહિનામાં બેંકની રજાઓની યાદી જોયા વગર બેંકની શાખામાં જશો તો તમે નિરાશ થઈ શકો છો આ ઉપરાંત તમારા મહત્વપૂર્ણ કામ પણ અટકી જશે, કારણ કે જૂન મહિનામાં 10 દિવસ બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં બેંકની રજાઓ ક્યારે છે તે અગાઉથી જાણી લો. દર અઠવાડિયે રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકમાં રજા હોય છે.

આ તારીખો પર દેશભરમાં બેંકો બંધ રહેશે

આગામી મહિનામાં એટલે કે જૂન 2024માં કુલ 10 દિવસ બેંકો બંધ રહેશે. જેમાંથી 7 રજાઓ શનિવાર અને રવિવારની છે. આ સિવાય 3 અન્ય રજાઓ છે. જૂનમાં 2જી, 9મી, 16મી, 23મી અને 30મીએ રવિવાર છે. તેથી, આ તારીખો પર બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે. 8મી જૂને બીજો શનિવાર અને 22મી જૂને ચોથો શનિવાર છે. આ તારીખો પર પણ દેશભરમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 15મી જૂને રાજા સંક્રાંતિ છે, જેના કારણે કેટલાક ઝોનમાં બેંકો બંધ રહેશે.  જેના કારણે કેટલાક ઝોનમાં બેંકો બંધ રહેશે. બકરી ઈદ 17મી જૂને છે. આ દિવસે લગભગ સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. કેટલીક જગ્યાએ 18 જૂને બકરી ઈદ પણ મનાવવામાં આવશે. આ તારીખે પણ કેટલાક શહેરોમાં બેંકો બંધ રહેશે. આ સાથે જ વટ સાવિત્રીના કારણે 21 જૂન, 2024, શુક્રવારના રોજ ઘણા રાજ્યોમાં બેંક રજા રહેશે. આ સિવાય છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં શનિવાર, 22 જૂન 2024 ના રોજ સંત ગુરુ કબીર જયંતિના અવસર પર બેંકો બંધ રહેશે.

આ પણ વાંચો..બિયારણ, ખાતર અને દવા અંગે ખેતીવાડી વિભાગની 19 ટીમોનું રાજ્યભરમાં 2 દિવસ સઘન ચેકીંગ

Back to top button