કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટ્રેન્ડિંગ

મતદાન જાગૃતિ અંગે કચ્છની શાળા-કોલેજોમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Text To Speech
  • જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો થકી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો

ભુજ, 1 એપ્રિલ: લોકસભા ચૂંટણીને પગલે ‘સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં મહેંદી સ્પર્ધાના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

mehandi spardha
મહેંદી સ્પર્ધા-ભુજ

સુંદર ડીઝાઈનવાળી મહેંદી નિહાળીને મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત થાય તેવો ઉદ્દેશ્ય 

જિલ્લાના ભુજ, નખત્રાણા, ભચાઉ, અંજાર ,ગાંધીધામ સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજોમાં વિધાર્થીનીઓ દ્વારા મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ ઉપર આધારિત સુંદર મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં મહેંદીની ડીઝાઈન નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીનીઓ અને તેમના માર્ગદર્શન શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

સમગ્ર જિલ્લામાં ૨૫ કરતા પણ વધુ સ્થળોએ મહેંદી સ્પર્ધા યોજવામાં આવી!

સમગ્ર જિલ્લામાં ૨૫ કરતા પણ વધુ સ્થળોએ આવી મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર અમિત અરોરા અને ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ અને જિલ્લા SVEEP નોડલ અધિકારી બી.એમ.વાઘેલા નેતૃત્વ હેઠળ સમગ્ર SVEEP પ્રવૃત્તિઓનું જિલ્લામાં સંકલન મદનીશ નોડલ જી.જી.નાકર, શિવુભા ભાટી અને તેમની તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે

આ પણ વાંચો: ભાવનગર રેલવે ડિવિઝને હાંસલ કરી અભૂતપૂર્વ સિદ્ધિ

Back to top button