મહેબૂબા મુફ્તી કાશ્મીરના અનંતનાગથી ચૂંટણી લડશે, ગુલામ નબી આઝાદ સામે સીધી ટક્કર
શ્રીનગર (જમ્મુ-કાશ્મીર), 07 એપ્રિલ: જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. PDPએ મહેબૂબા મુફ્તી માટે લોકસભા ચૂંટણી લડવા માટે સીટની જાહેરાત કરી છે. પીડીપીએ કહ્યું કે મહેબૂબા મુફ્તી દક્ષિણ કાશ્મીરની અનંતનાગ બેઠક પરથી ઉમેદવાર હશે. પીડીપીએ બારામુલાથી ફૈયાઝ મીર અને શ્રીનગરથી વહીદ ઉર રહેમાનને મેદાનમાં ઉતાર્યા છે. મહેબૂબા મુફ્તીનું નિવેદન PDPએ અનંતનાગથી પોતાના ઉમેદવાર બનાવ્યા બાદ સામે આવ્યું છે. મુફ્તીએ કહ્યું, ‘અમે 3 સીટો પર અમારા ઉમેદવારો ઉભા કરી રહ્યા છીએ. અમે જમ્મુ અને અન્ય સ્થળોએ કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છીએ. બંધારણનો ભંગ કરવામાં આવી રહ્યો છે, તેથી જ અમે INDI ગઠબંધનને સમર્થન આપી રહ્યા છીએ.
#WATCH श्रीनगर, जम्मू-कश्मीर: PDP प्रमुख महबूबा मुफ्ती ने कहा, “…हम यहां 3 सीटों पर अपने उम्मीदवार खड़े कर रहे हैं, जम्मू और बाकी जगहों पर हम कांग्रेस का समर्थन कर रहे हैं। जिस तरह संविधान की धज्जियां उड़ाई जा रही हैं उसमें हम INDIA गठबंधन का समर्थन कर रहे हैं…” pic.twitter.com/lPVyRTwmxA
— ANI_HindiNews (@AHindinews) April 7, 2024
અનંતનાગમાં કાંટાની ટક્કર
મુફ્તી અગાઉ અનંતનાગ સીટથી સાંસદ પણ રહી ચૂક્યા છે. પરંતુ આ વખતે અહીં નજીકનો મુકાબલો જોવા મળી શકે છે કારણ કે કોંગ્રેસ છોડીને કાશ્મીરમાં પોતાના મૂળિયા શોધી રહેલા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ અનંતનાગ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં મુકાબલો જોવો રસપ્રદ રહેશે કારણ કે જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રીઓ આમને-સામને થશે.
જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત
3 માર્ચે I.N.D.I.A. ગઠબંધનને ફટકો આપતા મહેબૂબા મુફ્તીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી PDP જમ્મુ-કાશ્મીરમાં એકલા ચૂંટણી લડશે. મુફ્તીએ કહ્યું હતું કે પીડીપી કાશ્મીર ઘાટીની ત્રણ સીટો પર ઉમેદવારો ઉભા કરશે. તેમજ, જમ્મુની બે સંસદીય બેઠકો પર ચૂંટણી લડવા અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. મહેબૂબાની જાહેરાત નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા ઓમર અબ્દુલ્લાના નિવેદન પછી આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ કાશ્મીરની ત્રણેય બેઠકો પર ચૂંટણી લડશે.
આ પણ વાંચો: પ્રશાંત કિશોરે એવું તો શું કહ્યું કે, કોંગ્રેસ સાથે I.N.D.I.A. એલાયન્સનું પણ વધ્યું ટેંશન?