ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘50 હજાર આપતો હતો તોય મારા દીકરાને મારી નાખ્યો…’, બ્લુ ડ્રમ કેસની સુનાવણી વખતે સૌરભની માતાનો આક્રંદ

Meerut Murder Case: મેરઠના બહુચર્ચિત “બ્લુ ડ્રમ” હત્યા કેસના આરોપીની પત્ની મુસ્કાન રસ્તોગી તેના પ્રેમી સાહિલ શુક્લા અને તેની છ મહિનાની બાળકીને સાથે લઈને કોર્ટમાં હાજર થઈ. સુનાવણી દરમિયાન, કોર્ટ પરિસરને કડક સુરક્ષા હેઠળ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન, મૃતક સૌરભ રાજપૂતની માતા રેણુ દેવી કોર્ટરૂમમાં રડી પડી. તેમનું દુઃખ કેમેરામાં કેદ થયું હતું, અને વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો.

રેણુ દેવી રડતાં રડતાં વારંવાર કહેતી દેખાઈ કે, “મારા દીકરાને મારી નાખ્યો… તે દર મહિને પચાસ હજાર રૂપિયા આપતો હતો. હત્યારાઓને ફાંસી થવી જોઈએ.” તેમણે આક્ષેપ કર્યો કે મુસ્કાનના પરિવારના લોકો પણ આ કેસમાં સંડોવાયેલા છે, પરંતુ પોલીસ તેમની સામે કાર્યવાહી કરી રહી નથી.

કોર્ટમાં હાજર થઈ મુસ્કાન

વ્હાઇટ ટી-શર્ટ અને કેપમાં સાહિલ અને ચહેરા પર કાળો માસ્ક પહેરેલી મુસ્કાન પોલીસ વાહનમાંથી નીચે ઉતર્યા. મુસ્કાન છ મહિનાની બાળકીને લઈને જઈ રહી હતી. બંનેને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. કોર્ટમાં આરોપોના આધારે 32-32 પ્રશ્નો પૂછવામાં આવ્યા. સાહિલે પોતાના પક્ષમાં સાક્ષીઓ રજૂ કરવાની મંજૂરી માંગી, જ્યારે મુસ્કાને તમામ આરોપોને નકારી કાઢ્યા.

પીડિત પરિવારનું દુઃખ છલકાયું

સુનાવણી દરમિયાન સૌરભની માતા રેણુ દેવી અને ભાઈ રાહુલ પણ કોર્ટમાં હાજર રહ્યા. આરોપી હાજર થતાં જ માતાની ચીસોથી માહોલ ગમગીન બની ગયો. માતાએ આરોપીઓને ફાંસી આપવાની માંગ ફરીથી કરી અને કહ્યું કે તેમના દીકરાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી.

શું છે આખો મામલો?

આ હત્યાકાંડ 3 માર્ચ 2025ના રોજ મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો હતો. આરોપ છે કે મુસ્કાન રસ્તોગીએ પોતાના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી, તેના મૃતદેહના ટુકડા કર્યા અને તેને વાદળી ડ્રમમાં ભરીને સીલ કરી દીધો. પોલીસે 19 માર્ચ 2025ના રોજ બંનેને ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા.

માહિતી મુજબ, મુસ્કાને જેલમાં જ લગભગ છ મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો. અત્યાર સુધી સુનાવણીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલી રહી હતી, પરંતુ આ વખતે બંનેને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા.

આ પણ વાંચો: મમતા બેનર્જીએ લોકતંત્રને જોખમમાં મૂકી દીધું, IPAC દરોડા કેસમાં સુપ્રીમ કોર્ટે CMને લગાવી ફટકાર

Back to top button