- અમદાવાદમાં શહેર પોલીસ અને AMC દ્વારા હેરિટેજ વોક
- ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ
- ઐતિહાસિક વારસો સુરક્ષિત રાખવા હેરિટેજ વોક
આજે આધુનિકતામાં પોળ અને સંસ્કૃતિને ભુલાતી જાય છે તેમજ યુવાનોમાં ડ્રગ્સનું સેવન વધતું જાય છે ત્યારે અમદાવાદ ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેમજ યુવાનો ડ્રગ્સના સેવનથી દુર રહી ફીટ અને સ્વસ્થ રહે તે શુભ આશયથી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેયર કિરીટ પરમારે સ્વામિનારાયણ મંદિર કાલુપુર ખાતે ફ્લેગ ઓફ કર્યું
અમદાવાદ શહેર પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની ઐતિહાસિક ધરોહર અને ગૌરવવંતી સંસ્કૃતિને સુરક્ષિત રાખવા તેમજ શહેરના યુવાધનને ખોટી બદીઓથી દુર કરાવવાના શુભ આશયથી અમદાવાદ શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમારે સ્વામિનારાયણ મંદિર કાલુપુર ખાતે ફ્લેગ ઓફ કરીને હેરિટેજ વોકનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ : વાંચો કાર્યક્રમને લગતી તમામ મહત્વની વિગતો
ડ્રગ્સ મુક્ત ભવિષ્ય માટે હેરિટેજ વોક
આજે અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં યુવાનોમાં ડ્રગ્સના સેવનનું વધી રહ્યું છે જેનાથી યુવાનોનું ભવિષ્ય બરબાદ થઇ રહ્યું છે. યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના સેવન અંગે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી શહેરના યુવાવર્ગ અમદાવાદના ઐતિહાસિક વારસાને જાણે અને સ્વાસ્થ્ય રહે છે. આથી ડ્રગ્સ મુક્ત ભવિષ્ય થીમ પર હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
આ પણ વાંચો : અમદાવાદઃ રિવરફ્રન્ટ પર યોજાયો ‘નો યોર આર્મી’ કાર્યક્રમ, મોટી સંખ્યામાં ઉમટ્યા શહેરીજનો
શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો
અમદાવાદમાં યોજાયેલ હેરિટેજ વોક કાર્યક્રમમાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીશો હતો. શહેરીજનોએ અમદાવાદની પોળની ઐતિહાસિક સંસ્કૃતિ જોઈ નવી પામ્યા હતા. હેરિટેજ વોકમાં ભાગ લીધેલ કેટલાક શહેરીજનો સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં ઘણા વર્ષોથી રહેવા છતાં આજે પહેલીવાર અમદાવાદનું ઐતિહાસિક ધરોહર જોઈ તેમજ અમદાવાદી હોવાનો ગર્વ પણ અનુભવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ: કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં નવું આકર્ષણ આવ્યું
મેયર કિરીટ પરમારે આપ્યો મહત્વનો
શહેરની વિરાસતને જાળવવી એ શહેરના દરેક નાગરિકની ફરજ હોય તેમજ હેરીટેજ સીટી અમદાવાદના વારસાને જાળવવા મેયરની મહત્વની ભૂમિકા હોય છે ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમારે હેરીટેજ વોક વિશે મહત્વની વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા યુવાનોને શામેલ કરી વિરાસતને બચાવવાનો પ્રયત્ન કર્યો છે સાથે જ યુવાનો નશામુક્ત રહી શહેર, પ્રદેશ અને દેશને એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો. વધુમાં તેમણે અમદાવાદના ઐતિહાસિક વારસાને જાણો અને માણો તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ભારતીય સંસ્કૃતિનો વારસો ભૂલતા જતા લગ્ન ગીત અને ફટાણાંની અનોખી સ્પર્ધા
મંદિરથી મસ્જિદ સુધી
અમદાવાદ શહેરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સર્વધર્મ એકતાના સંદેશા રૂપે મંદિર, મઠ, મસ્જિદ, દેરાસરનો સમાવેશ થાય તેવો રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોક સ્વામિનારાયણ મંદિર કાલુપુરથી શરૂ કરવામાં આવ્યું હતું તેમજ જુમ્મા મસ્જિદે સમાપન કરવામાં આવ્યા હતું. આમ યાત્રા મંદિરથી મસ્જિદ સુધી કરવામાં આવી હતી.
ભારતનું પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદના ઐતિહાસિક વારસાનું શહેરીજનોને મહત્વ સમજાય તેમજ યુવાનો ડ્રગ્સના સેવનથી દુર થાય તે શુભ આશયથી શહેરીજનોએ હેરીટેજ વોક કર્યું. અમદાવાદના આ ઐતિહાસિક વારસાને જાળવવો એ શહેરીજનોની ફરજ છે. આશા રાખીએ છીએ કે સૌ સાથે મળીને હેરિટેજ શહેર અમદાવાદનો ઐતિહાસિક વારસો જીવંત રાખે અને અમદાવાદી હોવાનો ગર્વ અનુભવે.