અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર યોજાયો ‘નો યોર આર્મી’ કાર્યક્રમ, મોટી સંખ્યામાં ઉમટ્યા શહેરીજનો

Text To Speech

અમદાવાદના લોકોમાં ઈન્ડિયન આર્મી, પર્યાવરણ અને નદી પ્રત્યે જાગૃતિ વધે તે માટે સાબરમતીના પટમાં ભારતીય આર્મી અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે ‘નો યોર આર્મી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટર ખાતે આ પ્રોગ્રામ યોજાયો. રવિવારનો રજાનો દિવસ હોવાથી કાર્યક્રમમાં શહેરીજનો, એનસીસીના જવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આર્મી જવાનોએ બતાવ્યા દિલધડક કરતબો
આ કાર્યક્રમમાં આર્મી જવાનો દ્વારા મિલિટ્રી પાઈપ બેન્ડ, બીટ બોકસિંગ, સરહદ ઉપર ઉપયોગમાં આવતી વિવિધ યોજનાઓ અને કરતબ દર્શાવવામાં આવ્યા હતા.ગોરખા રેજીમેન્ટ દ્વારા ખુકરી નૃત્ય કરવામાં આવ્યુ હતું.આર્મીના જવાનોએ કેવી રીતે આતંકવાદી અને દેશના દુશ્મનોનો સરહદ ઉપર જવાનો મુશ્કેલી સાથે સામનો કરે છે એ વાસ્તવિકતા દર્શાવતુ નાટક દર્શાવવાની સાથે આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન પણ યોજયુ હતું.આર્મીમાં જોડાવવા ઈચ્છુકો માટે બુથ પણ કાર્યરત કરાયા હતા.

 

Back to top button