ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

માતા ભવાનીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો, દેશના ખૂણેખૂણેથી કાશ્મીરી પંડિતો પહોંચ્યા

  • મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો દ્વારા પોતાના કુળદેવીના પ્રાગટ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી 

કાશ્મીર, 14 જૂન: જમ્મુ અને કાશ્મીરમાં માતા ભવાનીના પ્રાગટ્ય દિવસની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તાજેતરના આતંકવાદી હુમલાઓ છતાં, મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ કોઈપણ ભય અને આશંકા વિના આજે શુક્રવારે માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે. જેના પર કાશ્મીરી મુસ્લિમોએ કહ્યું કે, “માતા ભવાનીના મેળામાં આટલી સંખ્યામાં કાશ્મીરી પંડિતોનું આવવું એ એક ખુશીની વાત છે. કાશ્મીરી પંડિતો પોતાના ઘરે પરત ફર્યા છે. ખુલ્લા દિલથી તેમનું સ્વાગત છે.

 

જન્મ

માતા ભવાનીના પ્રાગટ્ય દિવસની પૂજામાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી કાશ્મીરી પંડિતો એકઠા થયા હતા. મંદિરમાં નૃત્ય-ગાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમોએ કાશ્મીરી પંડિતોનું દિલથી સ્વાગત કર્યું હતું.

 

આતંકવાદી હુમલાના ડર પર ભારે પડી શ્રદ્ધા 

કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકવાદી હુમલો થયો હોવા છતાં, આ વખતે પણ આતંકવાદી હુમલાના ભય કરતાં આસ્થા ભારે પડી છે. 1990માં કાશ્મીરમાં બગડતી પરિસ્થિતિ દરમિયાન પણ મેળો ક્યારેય બંધ થયો ન હતો. કાશ્મીરી પંડિતો માટે આ મેળો તેમના કાશ્મીર સાથેના જોડાણનું સૌથી મોટું કારણ પણ રહ્યું છે.

 

માતા ભવાનીએ કાશ્મીરી પંડિતોના કુળદેવી છે

દર વર્ષની જેમ, શ્રીનગરથી 28 કિલોમીટર દૂર ગાંદેરબલ જિલ્લાના થુલમુલ વિસ્તારમાં માતા ભવાનીના પ્રાગટ્ય દિવસ પર એક વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. કાશ્મીરી પંડિતોએ માતા ભવાનીને પોતાના કુળનાં દેવી માને છે. જેથી આજે દેશના ખૂણેખૂણેથી કાશ્મીરી પંડિતો અહીં આવે છે અને માતાના જળ સ્વરૂપની પૂજા કરે છે.

મંદિરમાં કઈ કઈ ખાસ વસ્તુઓ ચઢાવવામાં આવે છે?

માન્યતા મુજબ, અહીંયા હનુમાનજી માતાને પાણીના સ્વરૂપમાં પોતાના કમંડળમાં લઈને આવ્યા હતા. કહેવાય છે કે, જે દિવસે આ જળ કુંડની ખબર પડી તે દિવસ જેઠ અષ્ટમીનો દિવસ હતો. તેથી જ દર વર્ષે આ દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે દૂધ અને સાકરમાં રાંધેલા ચોખા અર્પણ કરવાની સાથે પૂજા અને હવન પણ કરવામાં આવે છે.

માતા પાણીના જળ કુંડમાં રહે છે

અહીંના ભક્તોનું માનવું છે કે, આ જળકુંડમાં આજે પણ માતા દેવીનો વાસ છે. એવું કહેવાય છે કે, આ પાણીનું જળ કુંડ સમય અને પરિસ્થિતિ સાથે રંગ બદલતું રહે છે. આ ભક્તોને સારા અને ખરાબ સમયને યાદ કરવામાં મદદ કરે છે. જેના કારણે આ જળ કુંડ લાખો લોકોની આસ્થા અને આદરનું કેન્દ્ર બની ગયું છે.

મુસ્લિમોના હાથથી સ્પર્શ થયેલું દૂધ જરૂરી 

આજે દેશના વિવિધ રાજ્યોમાંથી કાશ્મીરી પંડિતો અહીં પહોંચે છે અને માતાના આશીર્વાદ મેળવો છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, અહીં પૂજામાં વપરાતી તમામ સામગ્રી મુસ્લિમ સમુદાયના લોકો જ વેચે છે. અર્પણ તરીકે ચઢાવવામાં આવતું દૂધ પણ મુસ્લિમોના હાથથી સ્પર્શ થયેલું હોવું જરૂરી છે. આથી કાશ્મીરી મુસ્લિમો પણ આ મંદિરમાં એ જ શ્રદ્ધા સાથે આવે છે જે રીતે કાશ્મીરી પંડિતો આવે છે.

આ મંદિરનું નિર્માણ 1912માં થયું હતું

મહત્ત્વપૂર્ણ છે કે, આ મંદિર 1912માં રાજા હરિ સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના પાણીના જળ કુંડ વિશે કહેવાય છે કે પાણીનો રંગ લાલ, પીળો કે કાળો હોવો કોઈ મોટી સમસ્યાનો સંકેત છે. હળવા રંગનું પાણી હોવું એટલે તે શુભ માનવામાં આવે છે. ભક્તોનો દાવો છે કે, તેઓએ 1990માં કાશ્મીરમાં આતંક, કારગિલ યુદ્ધ, 2005માં ભૂકંપ અને 2016માં કાશ્મીરમાં થયેલી હિંસા દરમિયાન આ જળ કુંડના પાણીનો રંગ બદલતો જોયો છે. આજે, આ જળ કુંડના પાણીનો રંગ જોઈને તેને કાશ્મીરમાં અમન અને શાંતિની નિશાની સમજવામાં આવે છે.

હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ

આ તહેવાર હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ છે. મુસ્લિમો તમામ તૈયારીઓ અને વેચાણની દુકાનોની પણ સંપૂર્ણ કાળજી લે છે. મંદિરની આસપાસના ફૂલો અને અન્ય પૂજા સામગ્રીની દુકાનો મુસ્લિમોની માલિકીની છે. અહીં આવીને મેળામાં હાજરી આપીને એવું લાગે છે કે, જાણે કાશ્મીરમાં 1990 પહેલાંનો દાયકો પાછો ફર્યો હોય.

આ પણ જુઓ: પુણેની આસપાસની આ પાંચ જગ્યાઓ છે વરસાદમાં ફરવા માટે બેસ્ટ

Back to top button