ટ્રેન્ડિંગનેશનલમીડિયા

અજમેરમાં દોડતી સ્કોર્પિયોમાં ભીષણ આગ, 4 લોકો જીવતા સળગ્યા

4 people burnt alive:   રાજસ્થાનના અજમેર જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માતમાં પૂર્વ સરપંચ સહિત એક જ પરિવારના ચાર લોકો જીવતા સળગી જવાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રીરામપુરા ગામ નજીક સવારે લગભગ 5:30 વાગ્યે દોડતી સ્કોર્પિયો કારમાં અચાનક આગ લાગી હતી.

માહિતી મુજબ કારમાં સવાર પૂર્વ સરપંચ રામસિંહ ચૌધરી, તેમની માતા અને પૂર્વ સરપંચ પૂસી દેવી, પત્ની સુરજ્ઞાન દેવી તથા ભાણજી મહિમાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આગ એટલી ભયાનક હતી કે કારમાં સવાર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકી નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હર્ષવર્ધન અગરવાલાએ જણાવ્યું કે પૂસી દેવીને છાતીમાં દુખાવાની ફરિયાદ થતા પરિવાર તેમને હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક સ્કોર્પિયો કારમાં આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા ટેક્નિકલ ખામીના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાદસામાં જીવ ગુમાવનાર સુરજ્ઞાન દેવી જિલ્લા પરિષદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા. એકસાથે પરિવારના ચાર સભ્યોના મોતથી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે FSL ટીમની મદદ લેવામાં આવી રહી છે.

પોલીસ હાલ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : વૈભવ સૂર્યવંશીએ સર્જ્યો ઇતિહાસ, કાવ્યા મારનની તાળીઓનો VIDEO વાયરલ

Back to top button