ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

પાનોલી GIDCમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર: 80 કામદારોનું રેસ્ક્યૂ કરાયું

Bharuch Fire News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી GIDCમાં વહેલી સવારે એક ભીષણ આગની ઘટના બની હતી. અંકલેશ્વરના પાનોલીમાં આવેલી ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કિલોમીટરો સુધી આગ અને ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. આગને પગલે તંત્ર દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો.

આગની જાણ થતા જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોથી 10થી વધુ ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લગભગ સાડા ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવવા માટે પાણીની સાથે મોટા પ્રમાણમાં ફોમ (Foam)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 3 જેટલા કામદારોને ધુમાડાની અસર લાગી હોવાનું સામે આવ્યું છે. તો આ કંપનીમાંથી 80 જેટલા કામદારોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. અંકલેશ્વર પાનોલીના 15 થી વધુ ફાયરફાઇટરો ઘટના સ્થળે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. સદનસીબે આ વિકરાળ આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આજે 8મી માર્ચના રોજ ભરૂચના અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની ઘટના સામે આવી છે. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. 80 કામદારોને તાત્કાલિક ફેક્ટરીની બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ કામદારોને ધુમાડાની અસર થઈ છે. ઇજાગ્રસ્ત ત્રણ કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 15થી વધુ ફાયરફાઇટરો આગ પર કાબૂ મેળવવા કામગીરીમાં જોડાયા છે. આ આગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આગ બાદ હાલ કૂલિંગની કામગીરી ચાલી રહી છે. અંદાજે 10થી 15 ફાયરફાઇટર ઘટના સ્થળે છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આ વિકરાળ આગને પગલે આસપાસના વિસ્તારોમાં પણ ડરનો માહોલ ફેલાયો હતો. જોકે, આ આગ કઈ રીતે લાગી તે અંગે હજુ જાણી શકાયું નથી.

આ પણ વાંચો: રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ભારતને કોઈની પરમિશનની જરુર નથી

 

 

 

Back to top button