આંતરરાષ્ટ્રીયચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

માર્ક ઝકરબર્ગ ફૅક્ટ ચેકના નામે વિવિધ દેશની ચૂંટણી પર નજર રાખશે

  • ઑનલાઈન ચૂંટણી સુરક્ષાના નામે 40,000 કર્મચારીને કામે લગાડ્યા હોવાની મેટાની જાહેરાત
  • ઝકરબર્ગે ઑનલાઈન નજર રાખવા 20 અબજ ડૉલરનું રોકાણ કર્યું

નવી દિલ્હી, 14 એપ્રિલઃ ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સનું સંચાલન કરનાર માર્ક ઝકરબર્ગની કંપની મેટાએ કહ્યું છે કે 2024માં વિશ્વના ઘણા દેશમાં ચૂંટણી યોજાઈ રહી હોવાથી તેની કંપની તેમાં વિશેષ રસ લઈ રહી છે. મેટાના દાવા મુજબ અન્ય કોઈપણ ટેક કંપની ચૂંટણીને સુરક્ષિત કરવા માટે અન્ય કોઈ સોશિયલ મીડિયા કંપની તેમના કરતાં વધુ રોકાણ કરી રહી નથી. આઈએએનએસ (IANS) સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ઝકરબર્ગની કંપનીએ કહ્યું કે હાલમાં, તેની પાસે વિશ્વભરમાં ઓનલાઈન ચૂંટણીની સુરક્ષા માટે 40,000 થી વધુ લોકો કામ કરે છે.

સોશિયલ મીડિયા જાયન્ટે દાવો કર્યો છે કે તેણે ઓનલાઈન ચૂંટણીને સુરક્ષિત રાખવા માટે ટીમો અને ટેક્નોલોજી બનાવવા માટે અત્યાર સુધીમાં $20 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. આ અહેવાલમાં હાલ જોકે ભારતની ચૂંટણીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ દક્ષિણ આફ્રિકામાં આ વર્ષે 29 મેના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે તેનો ઉલ્લેખ જોવા મળે છે.

મેટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જેમ જેમ ચૂંટણી નજીક આવે છે, તેમ તેમ અમે સંભવિત જોખમોને ઓળખવા અને વાસ્તવિક સમયમાં ઘટાડો કરવા માટે દક્ષિણ આફ્રિકા-વિશિષ્ટ ચૂંટણી ઓપરેશન્સ સેન્ટરને સક્રિય કરીશું.” કંપનીએ જણાવ્યું હતું કે તેની પાસે દક્ષિણ આફ્રિકામાં ભાગીદારો સાથે સૌથી મોટું ફેક્ટ-ચેકિંગ નેટવર્ક છે, અંગ્રેજી, આફ્રિકન્સ, ઝુલુ, સોથો અને સેટ્સવાના ભાષાઓમાં ફેક્ટ ચેકિંગ.

કંપનીએ જાહેર કર્યું છે કે, “અમે ચૂંટણીની તૈયારીમાં મદદ કરવા માટે દક્ષિણ આફ્રિકાના ચૂંટણી પંચ (IEC) સાથે સીધા કામ કરી રહ્યા છીએ,” કંપનીએ કહ્યું કે તેણે દક્ષિણ આફ્રિકામાં તેના ફેક્ટ-ચેકિંગ ભાગીદારો માટે “ચૂંટણી સંબંધિત સામગ્રી શોધવા અને રેટિંગ કરવાનું” સરળ બનાવ્યું છે. “અમે કીવર્ડ ડિટેક્શનનો ઉપયોગ સંબંધિત સામગ્રીને એક જ જગ્યાએ જૂથ કરવા માટે કરીશું, જેનાથી ફેક્ટ-ચેકર્સને શોધવાનું સરળ બનશે.”

ચૂંટણીના દિવસ પહેલાં, મેટા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પ્લેટફોર્મ પર તેનું ‘મતદાર માહિતી એકમ’ અને ‘ચૂંટણી દિવસ રિમાઇન્ડર’ સુવિધાઓ શરૂ કરશે તેમ પણ એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ભાજપે મોદીની ગેરન્ટી નામે સંકલ્પ-પત્ર જારી કર્યો

Back to top button