ગ્લેમરસ અંદાજમાં બોલીવુડની હિરોઈનો પહોંચી દુર્ગા પંડાલમાં, પૂજા કરી માં દુર્ગાના આશીર્વાદ લીધા


દેશભરમાં દુર્ગા પૂજા ઉજવાઈ રહી છે. આ સેલિબ્રેશનમાં બોલિવૂડ સેલેબ્સ પણ કોઈથી પાછળ નથી. ઘણી બંગાળી સુંદરીઓ બી-ટાઉનમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આવી સ્થિતિમાં દર વર્ષે આ હિરોઇનો દુર્ગા પૂજાના મોકા પર દુર્ગા પંડાલમાં પહોંચે છે અને ભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળે છે. આ વખતે પણ બોલિવૂડની હિરોઈનો દુર્ગા પંડાલમાં હાજરી આપવા માટે એકથી એક શાનદાર લુકમાં પહોંચી રહી છે અને અહીંથી તેમના લુક્સ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.
લીલા રંગની સાડીમાં રાની મુખર્જી
બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીના લુકને આ વર્ષે સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે. રાની મુખર્જી લીલા અને વાદળી રંગની બંગાળી સિલ્ક સાડીમાં ખૂબ જ સુંદર અંદાજમાં દુર્ગા પંડાલમાં હાજરી આપવા પહોંચી હતી. રાનીએ ચોકર, બિંદી અને ગજરા સાથે પોતાનો લુક પૂરો કર્યો.

કાજોલ તેના પુત્ર યુગ સાથે પહોચી
આ સાથે અભિનેત્રી કાજોલ પણ તેના પુત્ર યુગ દેવગન સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજા કરવા પહોંચી હતી. કાજોલ અને યુગે પંડાલમાં આવેલા લોકોને ભોજન કરાવ્યું. આ દરમિયાન માતા-પુત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

તનિષા મુખર્જી બેકલેસ બ્લાઉઝમાં આકર્ષણ વધાર્યું
બોલિવૂડ અભિનેત્રી તનિષા મુખર્જીએ આ વખતે પણ પંડાલમાં ગ્લેમર ઉમેર્યું હતું. તનિષા મુખર્જી ઓર્ગેન્ઝા સાડીમાં જોવા મળી હતી. તે જ સમયે, બધાની નજર તેના બેકલેસ બ્લાઉઝ પર અટકી ગઈ. આ સાથે તનિષાએ હેવી ચોકર અને હાઈ બન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

સુનોમા ચક્રવર્તીનો બંગાળી લુક
બધાની નજર અભિનેત્રી અને કોમેડિયન સુનોમા ચક્રવર્તીના લુક પર પણ હતી. સુમોના પીળા રંગની બંગાળી સાડીમાં સુંદર લાગી રહી હતી. આ સાથે તેણે રેડ હોલ્ટર નેક બ્લાઉઝ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

આ પણ વાંચો: બોલીવુડની ‘ક્વીન’નો ધાકડ અંદાજઃ અજય અને અક્ષય વિશે કહ્યું એવું કે સાંભળીને લોકોના કાન થઈ ગયા અધ્ધર