મનોરંજન

બોલીવુડની ‘ક્વીન’નો ધાકડ અંદાજઃ અજય અને અક્ષય વિશે કહ્યું એવું કે સાંભળીને લોકોના કાન થઈ ગયા અધ્ધર

Text To Speech

અવાર-નવાર પોતાના નિવેદનો અને બિન્દાસ્ત અંદાજના કારણે ચર્ચામાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત ફરી બી-ટાઉનમાં બની છે ચર્ચાનું કારણ. આ વખતે બોલીવુડની આ ક્વીને નિશાન સાધ્યું છે અજય દેવગન અને અક્ષય કુમાર પર.

અજય અને અક્ષય પર ક્વીનનો વાર

પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’નું પ્રમોશન કરી રહેલી કંગનાનો ધાકડ અંદાજ જોવા મળ્યો. એક ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે, અજય તેની ફિલ્મોને ક્યારેય પ્રમોટ કરતા નથી. અજય બીજા સ્ટાર્સની ફિલ્મોને પ્રમોટ કરે છે. ‘થલાઈવી’ ફિલ્મ સમયે અક્ષય કુમારે મને ફોન કરીને મારી ફિલ્મના વખાણ કર્યા હતા. પરંતુ, અક્ષયે મારી ફિલ્મનું ટ્રેલર પણ ટ્વીટ કર્યું નહતું.

અજય મારી ફિલ્મોને ક્યારેય પ્રમોટ કરતા નથી-કંગના

શું અજય મારી ફિલ્મમાં કામ કરશે?- કંગના
કંગનાએ તો ત્યાં સુધી કહી દીધું કે,”અજય ફિમેલ સેન્ટ્રીક ફિલ્મમાં કામ કરે છે, પરંતુ, શું તે મારી ફિલ્માં આવો કોઈ રોલ કરશે? અને જો અજય આવું કરે છે તો હું હંમેશા તેમની આભારી રહીશ. જેવી રીતે અર્જુન રામપાલ મને સપોર્ટ કરે છે તેવી રીતે સપોર્ટ કરશે તો હું અજયની આભારી રહીશ.”

અક્ષયે મારી ફિલ્મ ચુપચાપ ફોન પર કર્યા વખાણ- કંગના

બોલીવુડ એક્ટર્સ મને સપોર્ટ કરે- કંગના
કંગનાએ એવું પણ કહ્યું કે-” મને લાગે છે કે, બોલીવુડના બધા જ એક્ટર્સે મને સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે હું બધાને સપોર્ટ કરું છું. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અને ‘શેરશાહ’ જેવી ફિલ્મોને સપોર્ટ કરનાર હું પહેલી વ્યક્તિ હતી. મેં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર બન્નેના કામના વખાણ કર્યા હતા. મેં હંમેશા ખુલીને કામ કર્યું છે, નહીં કે ચુપચાપ કોઈને ફોન કરીને કહ્યું હોય કે યાર તારી ફિલ્મો મને બહુ સારી લાગે છે”

Back to top button