મંગલુરુ કુકર બોમ્બ બ્લાસ્ટ/ આરોપી શારિકને 10 વર્ષની સજા, મંદિરને નિશાન બનાવવાનો હતો પ્લાન

Mangaluru cooker bomb blast: કર્ણાટકના મંગલુરુમાં વર્ષ 2022માં થયેલા કુકર બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ની વિશેષ અદાલતે આ કેસના આરોપી મોહમ્મદ શારિક ને 10 વર્ષની કડક સજા ફટકારી છે. અહેવાલ મુજબ, શારિકે અદાલતમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો.
શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના 19 નવેમ્બર, 2022ના રોજ મંગલુરુના કંકનાડી વિસ્તારમાં બની હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપી શારિક કથિત રીતે Kadri Manjunath Temple ખાતે વિસ્ફોટ કરવાની યોજના સાથે જઈ રહ્યો હતો. જોકે, રસ્તામાં જ કુકર બોમ્બ ફાટી જતા મોટો અકસ્માત ટળી ગયો હતો.
ધડાકામાં શારિક પોતે પણ ઘાયલ થયો હતો. સાથે જ ઓટો ડ્રાઇવર પુરુષોત્તમ પૂજારી પણ ઇજાગ્રસ્ત થયા હતા. શારિકનો લાંબા સમય સુધી સારવાર બાદ એજન્સીએ કસ્ટડીમાં લઇ પૂછપરછ કરી હતી.
ISIS થી પ્રભાવિત હોવાનો દાવો
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે શારિક આતંકી સંગઠન ISIS ની વિચારધારાથી પ્રભાવિત હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે ડાર્ક વેબ મારફતે આતંકી નેટવર્ક સાથે સંપર્કમાં હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તપાસમાં શું મળ્યું?
તપાસ દરમિયાન મૈસુરુ સ્થિત શારિકના ભાડાના મકાનમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. આરોપીએ ખોટા આધાર કાર્ડનો ઉપયોગ કરીને મકાન ભાડે લીધું હોવાનું પણ બહાર આવ્યું હતું.
સ્થળ પરથી વિસ્ફોટક સામગ્રી, મૅચબોક્સ, નટ-બોલ્ટ અને સર્કિટ જેવી વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, કેટલીક વસ્તુઓ ઓનલાઈન અને કેટલીક ઓફલાઈન ખરીદવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓ માટે ચેતવણીરૂપ કેસ
મંગલુરુ કુકર બોમ્બ બ્લાસ્ટ કેસે દેશની સુરક્ષા એજન્સીઓ માટે ચેતવણીરૂપ સંદેશ આપ્યો હતો. હવે અદાલતના ચુકાદા બાદ આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો : મુંબઈ ક્લબમાં એક્ટ્રેસ પર હુમલો, દાંત તૂટ્યો અને આંખમાં સોજો જોઈને ચોંક્યા ફેન્સ












