જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણ માટે માખણ-મિશ્રીનો બનાવો ભોગ
જન્માષ્ટમી એ દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. માખણ મિશ્રી એ ભગવાન કૃષ્ણનો પર્યાય છે, તેથી તેને જન્માષ્ટમીના તહેવાર માટે ભોગ તરીકે તૈયાર કરવામાં આવે છે. આ ભોગને પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે. આ માખણ મિશ્રીની રેસીપી બનાવવા માટે તમારે ફક્ત બે મુખ્ય વસ્તુઓની જરૂર પડશે. ઘી અને મિશ્રી. ઘણા લોકો મલાઈ સાથે માખણ મિશ્રી પણ બનાવે છે. પરંતુ આ માટે તમારે ક્રીમને 4-5 દિવસ માટે સ્ટોર કરવાની જરૂર પડે છે. આ રેસીપીથી ઇન્સ્ટન્ટ માખણ મિશ્રી બનશે. જે તમે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીમાથી બનાવી શકો છો.
માખણ મિશ્રી બનાવવા માટેની સામગ્રી
1/2 કપ ઘી
6 બરફના ટુકડા
4 ચમચી ખાંડ
2 ફુદીનાના પાન
માખણ મિશ્રી બનાવવાની રીત
એક બાઉલમાં બરફના ટુકડા નાખો. હવે બાઉલમાં ઘી રેડો અને તેને વ્હીસ્કરની મદદથી ઝડપથી ફેટી લો. એક મિનિટમાં તમે જોશો કે માખણ બનવાનું શરૂ થઈ જશે. સ્મૂધ મિશ્રણ તૈયાર કરવા માટે થોડીવાર હલાવતા રહો. બટર બનાવ્યા બાદ બાઉલમાંથી બરફના ટુકડા કાઢી લો. હવે બાઉલમાં ખાંડ નાખો અને ફરીથી સારી રીતે મિક્સ કરો. માખણ મિશ્રીને બાઉલમાં કાઢીને તેને બે ફુદીનાના પાનથી ગાર્નિશ કરો. હવે તમારો માખણ મિશ્રી ભોગ તૈયાર છે. તમે તેમાં એલચી પણ ઉમેરી શકો છો. તે સંપૂર્ણપણે વૈકલ્પિક છે.