ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં લેવાયો મોટો નિર્ણય

Text To Speech

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જાતિના પ્રમાણપત્રની તપાસ પહેલા જ ઉમેદવારી પત્રની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટની 3901 ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપાયા છે.

આ પણ વાંચો : CAની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ખાસ વાંચો, અભ્યાસક્રમને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
ઉમેદવારો - Humdekhengenewsઉમેદવારોને હવે પહેલા નિમણૂકપત્ર આપી દેવામાં આવશે તેની સાથે જ જાતિ પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. અગાઉ પહેલા જાતિ પ્રમાણપત્રની ચકસણીના કારણે ઉમેદવારોને નિમણૂક માટે રાહ જોવી પડતી હતી. આદિજાતિ વિસ્તારોના ઉમેદવારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું- ભાજપ માત્ર ઘર તોડવાનું જાણે છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોને પહેલા શરતી નિમણૂક આપવામાં આવશે. નિમણૂક પત્ર આપ્યા બાદ જાતી પ્રમાણપત્રની ચકસણીમાં કોઈ ભૂલ હશે તો તેમના નિયમ મુજબ ઘટતી કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી ઉમેદવારોને હવે નિમણૂક પત્ર માટે જે રાહ જોવી પડતી હતી તે હવે નહિ જોવી પડે.

Back to top button