ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આવતા મહિને, 1લી જૂનથી 15 જૂન સુધીમાં લેવાય શકે છે પરીક્ષા


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર કલાર્ક-3 સંવર્ગની સીધી ભરતી માટે રદ કરેલી કોમ્પ્યુટર પ્રોફિસિયન્સીની પરીક્ષાનું પુનઃ આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા હવે 1લી જૂન, 2022થી 15 જૂન, 2022 સુધીના સમયગાળા દરમિયાન સળંગ 4 દિવસમાં યોજાશે. પરીક્ષાના એક અઠવાડિયા પહેલાથી ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષાની તારીખ સાથેનો વિગતવાર કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર મુકવામાં આવશે, તેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, કોમ્પ્યુટર પ્રોફિસિયન્સીની પરીક્ષા આ અગાઉ ટેકનિકલ કારણોને લઈને રદ થઈ હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર કલાર્ક-3 સંવર્ગની સીધી ભરતી માટેની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 31 જુલાઈ, 2021નાં રોજ લેવાઈ હતી. ત્યારે ભાગ-2ની કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ હવે 1લી જૂનથી 15 જૂન સુધીમાં ગમે ત્યારે યોજાઈ શકે છે.