કેનેડાની ઈમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર : બે લાખ વિદેશી કામદારોને થશે ફાયદો
આજકાલ મોટાભાગના ભારતીયોને કેનેડા જવાનો ઘણો મોહ હોય છે, તેવામાં કેનેડાએ તેની ઈમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. જેનો ફાયદો ત્યાં કામ કરતા ભારતીયો થવા જઈ રહ્યો છે. કેનેડા સરકારે નિર્ણય લીધો છે કે ત્યાં કામ કરતા અન્ય દેશોના લોકોના પરિવારના સભ્યોને પણ હવે વર્ક પરમિટ આપવામાં આવશે. જેના કારણે કેનેડામાં કામ કરતા લોકો ત્યાં તેમના પરિવારના સભ્યો માટે નોકરી મેળવી શકશે. જો કે આ પરમિટ માત્ર કામચલાઉ કામદારો માટે જ હશે. જે આગામી વર્ષથી અમલમાં મુકાય તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો : ભારતે G-20ની કમાન સંભાળતા જ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને લઈને કર્યું ટ્વિટ
કેનેડાના ઇમિગ્રેશન અને શરણાર્થી મંત્રી શોન ફ્રેઝરે આ માહિતી આપી છે. બહારથી આવતા કામદારોના સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ નીતિના અમલ પછી, કેનેડામાં રહેતા વિદેશી કામદારો તેમના પરિવારના સભ્યો સાથે રહી શકશે, જેથી તેઓ તેમના કામ પર વધુ ધ્યાન આપી શકશે.
Labour is the number one challenge facing Canada’s #tourism sector as we position for post-pandemic growth.
Yesterday, @SeanFraserMP and I announced an innovative, family-based solution to resolve this issue, and help our tourism partners grow to meet the global demand. pic.twitter.com/lrmlK4NtuW
— Randy Boissonnault ????️???? (@R_Boissonnault) December 3, 2022
બે લાખ વિદેશીઓને થશે ફાયદો
આ નીતિ પહેલા, માત્ર ઉચ્ચ કુશળ કામદારોના પરિવારના સભ્યોને કેનેડામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે બે વર્ષ માટે નવી પોલિસી લાગુ થયા બાદ આમાં ફેરફાર થવાનો છે. તેથી ત્યાં કામ કરતી કોઈપણ અસ્થાયી વ્યક્તિ ત્યાં તેના પરિવારના સભ્યો માટે વર્ક પરમિટ મેળવી શકશે. એક અંદાજ મુજબ આ નવી નીતિથી લગભગ બે લાખ વિદેશી કામદારોને ફાયદો થવાની આશા છે.
અગાઉ 14 લાખથી વધુ પ્રવાસીઓને નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી
કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે અગાઉ પણ દેશમાં શ્રમબળની અછતને કારણે માઈગ્રન્ટ્સને કામ કરવાની તક આપવાની વાત કરી હતી. કેનેડાને અર્થતંત્ર સુધારવા માટે વધુ લોકોની જરૂર છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે, કેનેડાએ ઈમિગ્રેશન લેવલ પ્લાન 2023-25 હેઠળ આગામી ત્રણ વર્ષમાં દેશમાં 14.5 લાખ ઈમિગ્રન્ટ્સને નોકરી આપવાની યોજના બનાવી છે.
કોરોના પછી લોકો કામ છોડી રહ્યા છે
જૂન-જુલાઈ 2022માં, કેનેડાએ COVID-19 રોગચાળાનો સામનો કર્યો હતો. આ દરમિયાન, 11.2% હોસ્પિટલ સ્ટાફ અને નર્સો પણ ચેપને કારણે બીમાર પડ્યા હતા. જેના કારણે કામદારોની અછત સર્જાઈ હતી અને ઘણી હોસ્પિટલોના ઈમરજન્સી વોર્ડ બંધ કરવાની જરૂર પડી હતી.