વર્લ્ડ

માલદીવમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં 9 ભારતીયોના મોત

Text To Speech

માલદીવમાં ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર 10માંથી 9 મૃતકો ભારતીય હોવાની જાણ મળી રહી છે. માલદીવની રાજધાની માલેમાં વિદેશી કામદારોના ઘરોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા, એમ ફાયર સર્વિસે જણાવ્યું હતું. આગમાં 9 ભારતીયોના કથિત રીતે મોત થયા હતા. સત્તાવાળાઓએ આગમાં નાશ પામેલી ઇમારતના ઉપરના માળેથી 10 મૃતદેહો બહાર કાઢ્યા છે.

આગમાં 9 ભારતીયોના જીવ ગયા

પ્રારંભિક અહેવાલો અનુસાર, આગ ગ્રાઉન્ડ ફ્લોર પર વાહન રિપેર ગેરેજમાં શરૂ થઈ હતી. જે બાદ આગ ઘણી જગ્યાએ ફેલાઈ ગઈ હતી. ફાયર સર્વિસના એક અધિકારીએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમને 10 મૃતદેહો મળ્યા છે. આગને કાબુમાં લેવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચો:જમ્મુ-પઠાણકોટ નેશન હાઈવે પર માર્ગ અકસ્માત 17 ઘાયલ, 3ના મોત

ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત

માલદીવમાં ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશને સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને લખ્યું, “માલેમાં લાગેલી દુ:ખદ આગની ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેમાં ભારતીય નાગરિકો સહિત અનેક લોકોના જીવ ગયા હોવાના અહેવાલ છે. અમે માલદીવના અધિકારીઓ સાથે નજીકના સંપર્કમાં છીએ. કોઈપણ સહાયતા માટે, નીચેના નંબરો પર HCI નો સંપર્ક કરી શકાય છે:

એએફપીએ સુરક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે આગમાં માર્યા ગયેલા અન્ય એક વ્યક્તિ બાંગ્લાદેશી નાગરિક હતા. વિદેશી કામદારો 250,000ની પુરૂષોની વસ્તીનો અડધો ભાગ છે અને મોટાભાગે બાંગ્લાદેશ, ભારત, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાંથી આવે છે.

Back to top button