ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કલ્કિ 2898 AD પર મહાભારતના ભીષ્મ પિતામહ મુકેશ ખન્ના ભડક્યા, શું કહ્યું? જાણો

  • ફિલ્મ કલ્કિ સિનેમાઘરોમાં મચાવી રહી ધૂમ, ચાહકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે

મુંબઈ, 3 જુલાઇ: પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘કલ્કિ 2898 AD‘ 27 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ સફળતાના શિખરે પહોંચી ગઈ હતી. દિગ્દર્શક નાગ અશ્વિનની ‘કલ્કિ 2898 AD’ એક પૌરાણિક અને સાયન્સ ફિક્શન ફિલ્મ છે, જેણે 6 દિવસમાં બોક્સ ઓફિસ પર તોફાન લાવી લીધું છે. ફિલ્મની સ્ટોરીથી લઈને સ્ટારકાસ્ટ સુધી લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મનો જાદુ હાલમાં ચાહકોના માથા ઉપર ચઢી ગયો છે. જો કે, આ દરમિયાન, ‘મહાભારત’ના ભીષ્મ પિતામહ એટલે કે મુકેશ ખન્નાએ કલ્કિ ફિલ્મ પસંદ આવી નથી અને ફિલ્મ પર વાંધો વ્યક્ત કર્યો છે, આ ઉપરાંત તેમણે અશ્વત્થામાની ભૂમિકાને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna)

મુકેશ ખન્નાએ કલ્કિ વિશે શું કહ્યું?

મુકેશ ખન્નાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ફિલ્મ કલ્કિની સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું છે – ‘આ ફિલ્મનું નામ કલ્કિ નહીં પણ કલ કી હોવું જોઈએ.’ આ ઉપરાંત મુકેશ ખન્નાએ આ પોસ્ટ સાથે લાંબુ કેપ્શન લખીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, “શું કલ્કિ જેવી સારી અને ભવ્ય રીતે બનેલી ફિલ્મમાં મહાભારતના તથ્યો સાથે પોતાની સગવડતા માટે ફેરફાર કરીને રજૂ કરવું યોગ્ય છે.  અશ્વત્થામાના કપાળમાંથી મણિ અર્જુન અને ભીમે કાઢીને દ્રૌપદીને આપી હતી. જેના પાંચ પુત્રોને અશ્વથામાએ રાતના અંધારામાં છાવણીમાં ઘૂસીને મારી નાખ્યા તો તે અશ્વથામા પાસે કેવી રીતે આવી ગઈ. ફિલ્મમાં આવા બીજા ઘણા ખોટા તથ્યો છે. આ ફિલ્મ નિર્માતાઓમાં આટલી બહાદુરી કેમ છે કોઈ તેમને કેમ રોકતું નથી? શું તેમની પાસે આ માટે માત્ર હિન્દુ ગ્રંથો જ બચ્યા છે?” હવે મુકેશ ખન્નાની આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા મેળવી રહી છે.

‘કલ્કિ 2898 AD’ ફિલ્મ વિશે જાણો 

મહત્ત્વપૂર્ણ છે કે, ‘કલ્કિ 2898 AD’માં પ્રભાસે ભૈરવની ભૂમિકા ભજવી છે, દીપિકાએ SUM-80ની ભૂમિકા ભજવી છે, અમિતાભ બચ્ચને અશ્વત્થામાની ભૂમિકા ભજવી છે અને કમલ હાસને સુપ્રિમ યસ્કીનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં દિશા પટણી પણ જોવા મળી રહી છે, જેણે ફિલ્મમાં (રોક્સી)નો રોલ કર્યો છે. એટલું જ નહીં, આ ફિલ્મમાં વિજય દેવરકોંડા, મૃણાલ ઠાકુર, દુલકર સલમાન, ફરિયા અબ્દુલ્લા અને અન્ય કલાકારો પણ કેમિયો રોલમાં છે. ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે.

આ પણ જુઓ:  આ છે ક્રિશ ફિલ્મનો નાનો ઋત્વિક રોશન, જાણો અત્યારે શું કરે છે?

Back to top button