ટ્રેન્ડિંગમનોરંજન

આ છે ક્રિશ ફિલ્મનો નાનો ઋત્વિક રોશન, જાણો અત્યારે શું કરે છે?

  • બ્લોકબસ્ટર ફિલ્મ ક્રિશમાં યુવા ઋત્વિક રોશન ક્રિષ્ણા મહેરાનું પાત્ર ભજવીને મિક્કી ધામેજાનીએ  લાખો લોકોના દિલ જીતી લીધા હતા, જાણો છો એ વ્યક્તિ આજકાલ શું કરે છે?

3 જુલાઈ, મુંબઈઃ શું તમને યાદ છે વર્ષ 2006માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ક્રિશમાં યુવા ઋત્વિક રોશન ક્રિષ્ણા મહેરાનું પાત્ર ભજવીને જે છોકરાએ લાખો લોકોના દિલ જીતી લીધા હતા? આ ફિલ્મ લગભગ દરેક વ્યક્તિએ ખાસ કરીને બાળકોએ અચૂક જોઈ હશે. તમને આ બાળકની માસૂમિયત અને અદભૂત અભિનય ચોક્કસ યાદ હશે. હવે વર્ષો પછી આ બાળક ક્યાં છે અને શું કરે છે તે ઓછા લોકો જાણે છે. ચાઈલ્ડ એક્ટર મિકી ધામેજાનીએ શાહિદ કપૂર અને અમૃતા રાવની ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો, પરંતુ હવે આ અદભૂત ચાઈલ્ડ આર્ટિસ્ટ એક્ટિંગ કરતો નથી, તે એક અલગ જીવન જીવી રહ્યો છે. મિકીએ એક નવી જ કરિયર પસંદ કરી લીધી છે.

આ છે ક્રિશ ફિલ્મનો નાનો ઋત્વિક રોશન, જાણો અત્યારે શું કરે છે? hum dekhenge news

કોણ છે મિકી ધામેજાની

મિકી એક બાળ કલાકાર છે, જેણે ટીવી શો ‘ઘરવાલી ઉપરવાલી’ (2000) થી અભિનયની શરૂઆત કરી હતી અને તે લગભગ 200 જાહેરાતોમાં દેખાયો હતો. તેણે 2003માં ‘ઈશ્ક વિશ્ક’ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ‘ક્રિશ’માં યુવાન કૃષ્ણા મેહરા (રિતિક રોશનના પાત્ર) ની ભૂમિકા ભજવીને તેની ખ્યાતિમાં વધારો કર્યો હતો. તેનો નિર્દોષ ચહેરો અને અભિનય કૌશલ્યએ ફિલ્મ પ્રેમીઓના મન પર અમીટ છાપ છોડી દીધી અને આજે પણ લોકો આ બાળકને યાદ કરે છે. પોતાની જગ્યા બનાવ્યા બાદ તેણે કેટલીક આંતરરાષ્ટ્રીય સિટકોમ્સમાં અભિનય કર્યો અને જુલિયા રોબર્ટની ‘ઈટ પ્રે લવ’માં પણ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dr. Mickey (@dr_mickeyyy)

હવે આઈ સર્જન બની ગયો છે મિક્કી

ચાઈલ્ડ એક્ટર તરીકે મોટું નામ બનાવ્યા બાદ મિક્કીએ તેની સફળ કારકિર્દી છોડી દીધી અને એક આઈ સર્જન બની ગયો. તેમની પાસે MBBSની ડિગ્રી છે અને તેમણે નેત્ર ચિકિત્સમાં એમએસની ડિગ્રી મેળવી છે. એટલું જ નહીં, તેમણે ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ ઓપ્થેલ્મોલોજી (FICO)ની ફેલોશિપ અને રોયલ કોલેજ ઑફ સર્જન્સ (MRCS)નું પ્રમાણપત્ર પણ મેળવ્યું છે. થોડા દિવસો પહેલા તેમણે એક રીલ શેર કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે તેમના દર્દીઓ તેમને હંમેશા કહે છે, કે મેં તમને પહેલા પણ ક્યાંક જોયા છે. તેમણે બધાની શંકાઓને દૂર કરીને જાહેર કર્યું કે લોકોએ તેમને ક્યાં જોયા હતા. તેમણે ‘ક્રિશ’ની એક ક્લિપ અને ઋત્વિક રોશન સાથેની કેટલીક જૂની તસવીરોનું મોંટાજ શેર કર્યું છે. તેમણે બાળ કલાકારથી લઈને હવે ડોક્ટર બનવા સુધીની સફર વિશે એક લાંબી નોટ પણ લખી છે.

સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે મિક્કી

હાલમાં ડો.મિકીની ચર્ચા થઈ રહી છે. ક્યૂટ દેખાતો ક્રિષ્ના મેહરા હવે એકદમ હેન્ડસમ બની ગયો છે. મિકી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર મિકીના સારા એવા ફેન ફોલોઈંગ છે.

આ પણ વાંચોઃ Kalki 2898 AD: દીપિકા પાદુકોણનો ફેન બન્યો રણવીર સિંહ, પત્ની પર વરસાવ્યો અતૂટ પ્રેમ

Back to top button