LSG vs DC: લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
લખનૌ, 12 એપ્રિલ: IPL 2024ની 26મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમો સામ સામે છે. લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:
લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ(w/c), દેવદત્ત પડિક્કલ, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, અરશદ ખાન, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર
દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, શાઈ હોપ, ઋષભ પંત(w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, જેક ફ્રેઝર-મેકગર્ક, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ
IPL 2024માં શું છે સ્થિતિ?
IPL 2024ની 26મી મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની રહેશે. એક તરફ લખનૌ તેની ચોથી જીત મેળવીને ટોપ-4માં પોતાનું સ્થાન જાળવી રાખવા માંગશે, તો બીજી તરફ દિલ્હી સિઝનની તેની બીજી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં છેલ્લું સ્થાન છોડવા માંગશે. દિલ્હી 2 પોઈન્ટ સાથે ટેબલમાં સૌથી નીચે એટલે કે 10મા સ્થાને છે. જ્યારે લખનૌ 3 જીત મેળવીને ત્રીજા સ્થાને યથાવત છે.
પીચ રિપોર્ટ
લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં બે આઈપીએલ મેચ રમાઈ છે. અત્યાર સુધી અહીંનું મેદાન T20 ક્રિકેટના દૃષ્ટિકોણથી એકદમ સંતુલિત દેખાતું હતું. લખનૌએ હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી બંને મેચ જીતી છે. બંને મેચમાં ઘરઆંગણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનૌ અને ગુજરાત વચ્ચે અહીં છેલ્લી મેચ લાલ માટીની પીચ પર રમાઈ હતી, જેના પર બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત માત્ર 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: રોહિત શર્મા ક્યારે કહેશે ક્રિકેટને અલવિદા? હિટમેને નિવૃત્તિ પર આપ્યું મોટું નિવેદન