રાખી સાવંતની લવ સ્ટોરીમાં આવ્યો ‘લવ જેહાદ’ !


પર્સનલ લાઈફની જો વાત કરીએ તો રાખી સાવંતે બિઝનેસમેન આદિલ ખાન સાથે લગ્ન કર્યા છે. શરુઆતમાં બંન્ને વચ્ચે બધુ બરાબર હતું. પછી અવારનવાર તેમની લવ સ્ટોરીમાં ટિવસ્ટ જોવા મળે છે.
આ પણ વાંચો : Sidharth-Kiara Wedding : લવસ્ટોરીની ડિટેલ્સ છુપાયેલી છે કિયારાની જ્વેલરીમાં, તમે પણ જોઇ લો
રાખી સાવંતને જ્યારે લવ જેહાદ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તે ગુસ્સે થઈ ગઈ હતી. રાખી સાવંતને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેના લાગે છે કે શું આદિલ ખાને લવ જોહાદના ઈરાદાથી તેની સાથે લગ્ન કર્યા છે ? તો જવાબમ આપતા રાખી સાવંત કહ્યુ કે હું પોતે પણ મુસ્લમાન છું. મે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. હિન્દુ-મુસ્લમાન વિશે કોઈ ટીપ્પણી ન કરશો. આ કહેવાની સાથે રાખી સાવંત ત્યાંથી જતી રહી હતી.
View this post on Instagram
સલમાન-શાહરુખની ફેન છે રાખી
રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. કમેંટ સેક્શનમાં લોકો રાખી સાવંતની પ્રશંસા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાખી સાવંત સલમાન ખાનની સૌથી મોટી ફેન છે. ધણીવાર રાખી સાવંત સલમાન સાથેના તેના ફોટો પણ શેર કરે છે. તેમજ તેણે શાહરુખ ખાનની પઠાણ ફિલ્મના પણ વખાણ કર્યા હતા.
આદિલ પર ઘરેલુ હિંસાનો આરોપ
જો વાત કરીએ રાખી સાવંતની પર્સનલ લાઈફ વિશે તો તેણે બિઝનેસમેન આદિલ ખાન સાથે લગ્ન કર્યા છે. શરુઆતમાં બંન્ને વચ્ચે બધુ બરાબર હતું. પછી અવારનવાર તેમની લવ સ્ટોરીમાં ટિવસ્ટ જોવા મળે છે. તાજેતરમાં જ રાખી સાવંતના પતિ આદિલ ખાનની પોલિસે ધરપકડ કરી છે. રાખી સાવંતે આદિલ ખાન પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે.
બેહોશીમાં પણ હાથમાંથી ન છુટ્યો ફોન
જો કે રાખી સાવંત થોડા સમય પહેલા મીડિયા સાથે વાતચીત દરમિયાન બેહોશ થઈ ગઈ હતી. એક્ટ્રેસનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાઈરલ થયો હતો. રાખી સાવંતે બેહોશીના સમય પર ફોન ટાઈ પકડી રાખ્યો હતો. આ વીડિયો બાદ રાખી સાવંતને બહુ ટ્રોલ કરવામાં આવી હતી કે બેહોશીમાં પણ ફોન મુક્યો.