Long Distance Relationship: આ ટિપ્સથી સંબંધો બનાવો સક્સેસફુલ
- સંબંધો મજબૂત રાખવા બંને પક્ષે પ્રયત્નો કરવા પડે છે
- લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં વિશ્વાસ સૌથી વધુ જરૂરી છે
- એકબીજા પર ક્યારેય શંકા ન કરો અને સ્પેસ આપો
કોઇ પણ રિલેશનશિપને મજબૂત બનાવવા માટે બે લોકોએ એક સાથે એફર્ટ કરવા પડે છે. હંમેશા લોકો વિચારતા હોય છે કે એક-બીજાની નજીક રહીને જ સંબંધો સાચવી શકાય છે અને લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ ક્યારેય વર્ક કરતી નથી. તો એ વાત સાચી નથી. જો બે લોકો ઇચ્છે તો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ પણ વર્ક કરી શકે છે. જ્યારે બે લોકો એકબીજાને પ્રેમ કરતા હોય છે અને તેમની વચ્ચે વિશ્વાસ રહેલો હોય છે ત્યારે આ બધુ પોસિબલ છે. એ વાત શક્ય છે કે ઘણી વખત Long Dostance Relationshipથી સંબંધોમાં અંતર આવે છે, પરંતુ આવુ દરેક વખતે શક્ય બનતુ નથી. ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ વધવા લાગે છે. જો તમે પણ Long Dostance Relationshipમાં છો તો અપનાવો આ સરળ ટિપ્સ અને સંબંધોને બહેતર બનાવી શકો છો.
શંકા કરવાથી બચો
Long Distance Relationshipમાં લોકોની અંદર શંકા કરવાની બીમારી કંઇક વધારે જ વધી જાય છે. લોકો હંમેશા પોતાના પાર્ટનર પર કોઇને કોઇ કારણે શંકા કરતા રહે છે. આ કારણે લોકોમાં ઇનસિક્યોરિટીની ભાવના પણ વધી જાય છે. તમારે સૌથી પહેલો રુલ એ અપનાવવાનો છે કે તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખો અને દરેક વાત પર તેને શંકાની દ્રષ્ટિએ ન જુઓ.
જુઠ્ઠુ બોલવાથી કે વાત છુપાવાથી બચો
Long Distance Relationshipમાં ઘણી વખત પાર્ટનર કારણ વગર જુઠ્ઠુ બોલે છે. આવા સંજોગોમાં જુઠ ગમે ત્યારે તમારા પાર્ટનર સામે આવી જ જાય છે. તેથી જુઠ્ઠુ બોલવાથી કે પાર્ટનરથી કોઇ વાત છુપાવાથી બચો. તમારી આ વાતોથી પાર્ટનરનો વિશ્વાસ ઉઠવા લાગે છે.
પાર્ટનરને સ્પેસ આપવી જરૂરી
Long Distance Relationshipમાં કેટલાક લોકો દરેક સમયે પોતાના પાર્ટનર સાથે વાતચીત કરતા રહે છે. બિઝી શિડ્યુઅસના લીધે વ્યક્તિ સમય આપી શકતી નથી. આવા સંજોગોમાં તમારે સ્પેસ આપવી જોઇએ. એકબીજા માટે સમય કાઢવો ખુબ જરુરી છે, પરંતુ પાર્ટનરને દરેક વખતે પરેશાન ન કરવા જોઇએ.
આ પણ વાંચોઃ દીપિકાને આવ્યો ગુસ્સો, કહયું લોકોને મારી ખુશીની ઈર્ષ્યા….