ટ્રેન્ડિંગનેશનલ

રાજ્યસભા કે લોકસભા? જાણો ક્યાં થશે જસ્ટિસ વર્માના મહાભિયોગની પ્રક્રિયા

નવી દિલ્હીઃ 25 જુલાઈ, 2025: Justice Varma Impeachment: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું ત્યારથી, અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગનો કેસ ચર્ચામાં છે. જસ્ટિસ વર્માને પદ પરથી દૂર કરવાની મહાભિયોગની પ્રક્રિયા રાજ્યસભામાં શરૂ થશે કે લોકસભામાં, તે અંગે ઘણી અટકળો ચાલી રહી હતી.જોકે, હવે આ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી કે, જસ્ટિસ વર્માના મહાભિયોગની પ્રક્રિયા લોકસભામાં શરૂ કરવામાં આવશે. આ માટે તમામ રાજકીય પક્ષો સંમત છે કે આપણે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સામે એક થઈને આગળ વધવું જોઈએ. આપણે કોઈપણ પ્રકારની મૂંઝવણમાં ન રહેવું જોઈએ. તેથી જસ્ટિસ યશવંત વર્માને હટાવવાની કાર્યવાહી લોકસભામાં શરૂ કરવામાં આવશે.

તપાસ સમિતિની રચના કરાશે

જજીસ ઇન્ક્વાયરી એક્ટ મુજબ, લોકસભામાં કાર્યવાહી પૂર્ણ થયા પછી, તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ટૂંક સમયમાં અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચનાની જાહેરાત કરી શકે છે.

રાજ્યસભાનો પ્રસ્તાવ બન્યો નકામો?

સરકાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી સભ્યો દ્વારા જસ્ટિસ વર્માને હટાવવા માટે જગદીપ ધનખડને આપવામાં આવેલો પ્રસ્તાવ હવે નકામો બની ગયો છે. સૂત્રોનો દાવો છે કે નિયમો અનુસાર, આ પ્રસ્તાવ રાજ્યસભામાં મૂકવામાં આવ્યો નથી.

મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપી

નોંધનીય છે કે, ચોમાસું સત્રના પહેલા દિવસે, વિપક્ષી સાંસદોએ રાજ્યસભાના તત્કાલિન અધ્યક્ષ જગદીપ ધનખડને જસ્ટિસ વર્માને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપી હતી.

જગદીપ ધનખડે વિપક્ષી સાંસદો દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવની નોટિસ સ્વીકારી હતી અને ગૃહમાં તેની માહિતી પણ આપી હતી. તેમણે મહાસચિવને પ્રક્રિયા શરૂ કરવા કહ્યું હતું, પરંતુ તે જ દિવસે મોડી સાંજ સુધીમાં, તાત્કાલિક અસરથી ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાના સમાચાર આવ્યા.

આ પણ વાંચોઃ બિગ બોસના ઘરમાં જોવા મળશે અનોખી રાજનીતિ, મેકર્સે બતાવી પહેલી ઝલક, જાણો શો ક્યારે શરૂ થશે

આ પણ વાંચોઃ બે આધેડ એક સગીર છોકરી પર એક વર્ષથી દુષ્કર્મ કરી રહ્યા હતા, ગર્ભવતી થઈ તો જીવતી દાટી દેવાનો પ્રયાસ કર્યો હતો

Back to top button