ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘400 પાર’ના નારાથી થયું નુકસાન: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કેમ આવું કહ્યું? જાણો

Text To Speech
  • વિપક્ષોએ જનતામાં ખોટો પ્રચાર કર્યો કે જો NDA 400થી વધુ બેઠકો જીતશે તો બંધારણ બદલશે: CM શિંદે 

મુંબઈ, 12 જૂન: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે બુધવારે લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન પર ટિપ્પણી કરી છે. સીએમ શિંદેએ કહ્યું કે, “આ વખતે ‘400 પાર’ના નારા લગાવવાથી પાર્ટીને નુકસાન થયું છે. આ નારાને લઈને લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષોએ જનતામાં ખોટો પ્રચાર કર્યો કે જો NDA 400થી વધુ બેઠકો જીતશે તો બંધારણ બદલશે. આ મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. આ વાત કેટલાક લોકોના મનમાં અટવાઈ ગઈ અને મહારાષ્ટ્રમાં મહાયુતિ પાર્ટીને તેનો માર સહન કરવો પડ્યો.”

ખેડૂતો નાખુશ હોય તો કોઈ સુખી ન થઈ શકેઃ એકનાથ શિંદે

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈમાં કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ (CACP)ની બેઠકમાં કહ્યું કે, “લોકોને લાગે છે કે NDAને 400થી વધુ સીટો મળે તો બંધારણ સાથે છેડછાડ થઈ શકે છે.” CACPની બેઠકમાં CM શિંદેએ કહ્યું કે, “જો ખેડૂતો નાખુશ હોય તો કોઈ પણ ખુશ ન હોય શકે.” તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કેન્દ્રીય કૃષિ પ્રધાનને મળશે અને ડુંગળી, કપાસ અને સોયાબીનના લઘુતમ ટેકાના ભાવની માગણી કરશે.”

આ પણ જુઓ: સોશિયલ મીડિયા ઉપર નામ પાછળ ‘મોદી કા પરિવાર’ દૂર કરવા PM ની અપીલ

Back to top button