અંબાજી ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા ભારે ચકચાર, શક્તિપીઠ પરિક્રમા માર્ગ કરાયો બંધ
યાત્રાધામ અંબાજીમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગના કર્મચારીઓ થયા દોડતા થયા છે. અને દીપડાની શોધખોળ શરુ કરી દીધી છે. બીજી તરફ ગબ્બર વિસ્તારમાં દિપડો દેખાતા આજે 51 શક્તિપીઠ પરિક્રમા પથ બંધ રાખવામાં આવ્યો છે.
અંબાજીના ગબ્બર વિસ્તારમાં દેખાયો દીપડો
પ્રાપ્ત વિગતો મુજબ યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો. દીપડો દેખાવાનો વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ સહિતનું તંત્ર એક્ટિવ થઈ ગયું છે. અને વનવિભાગ દ્વારા દીપડો પકડવા માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે તો બીજી તરફ દીપડાના ભયના કારણે પરિક્રમા માર્ગને બંધ કરવામાં આવ્યો છે. 51 શક્તિપીઠ પરિક્રમાનો માર્ગ 4 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
વન વિભાગ થયું દોડતું
દીપડો દેખાવાની ઘટના અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે અહી આવી પહોંચી હતી અને આ વિસ્તારમાં તપાસ કરતા વન વિભાગની ટીમને જંગલમાંથી જંગલી જાનવરના પગના નિશાન પણ મળી આવ્યા હતા. જેથી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને વન વિભાગના કર્મચારીઓ દીપડાની શોધખોળ શરુ કરી દીધી છે. અને વન વિભાગે સાંજે અને રાત્રિના સમયે ગબ્બર વિસ્તારમાં ન જવા લોકોને સૂચના આપી છે.
આ પણ વાંચો : અમદાવાદ: અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત, ડ્રાઈવરની હાલત ગંભીર
સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો
ગબ્બરના પર્વતિય વિસ્તારમાં દીપડો દેખાયા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ખૂંખાર દિપડાએ દીપડાએ કૂતરા-બકરાનું મારણ કર્યું હોવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.જંગલ વિસ્તારમાંથી દીપડો ખોરાકની શોધમાં ગબ્બર પર્વત પર પહોંચ્યો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત STમાં કંડક્ટર અને ડ્રાઈવરની 7404 જગ્યાઓ માટે ભરતી