

પોરબંદરના કુતિયાણા નજીક આવેલ ખાગેશ્રી ગામ પાસે મોડી રાતે આગની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ખાગેશ્રી ગામ પાસે આવેલ વનવિભાગમાં કોઈ કારણોસર વિકરાળ આગ ભભુકી ઉઠી હતી. ત્યારે મોડી રાતે બે વાગ્યાને આસપાસ જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. જે બાદ અફરા તફરીનો માહોલ છવાયો હતો. ત્યારે પોરબંદર અને ઉપલેટાની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવા કામે લાગી હતી.

આ પણ વાંચો: ગુજરાત G-20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર , મુખ્ય સચિવે આપી જાણકારી
મોડી રાતે આગની ઘટના
ખાગેશ્રી ખાતે વનવિભાગના ૩૦૦ જેટલા કર્મચારીઓ, શ્રમિકોસ મજુરો ફરજ બજાવી રહ્યા છે. જે તમામએ તમામ આગ બુજાવાના કામે લાગી ગયા હતા. ખાગેશ્રીના વનવિભાગની અંદાજે 450 વિઘા જેટલી જમીનમાં આગે નુકશાન કર્યું છે.

સતત 8 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ
મળતી વિગત મુજબ પોરબંદરના કુતિયાણા નજીક આવેલ ખાગેશ્રી ગામ પાસેથી વનવિભાગ હસ્તકની જંગલમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે. તે ઉપરાંત અહીં અનેક વન્યપ્રાણીઓ પણ વસવાટ કરે છે. ત્યારે કોઈ કારણોસર રાત્રે દોઢેક વાગ્યા આસપાસ અચાનક કોઈ કારણોસર વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. અને પવનને લીધે આ આગે વધુ ઝડપથી ફેલાવવા લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે રાત્રે 2:30 વાગે લાગેલી આગ સવારે 8 વાગે કાબુ આવી હતી. સતત 8 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે.
ત્યારે હવે બુઝાયેલી આ આગમાં કેટલા વન્ય પ્રાણીઓને અને વન્ય સંપત્તિને નુકશાન થયું છે. ? તે અંગેની તેપાસ વનવિભાગની ટીમે હાથ ધરી છે.