ગુજરાત

પોરબંદરના મેળા પૂર્વે નવા રંગરૂપ સજતી માધવરાયની નગરી ‘માધવપુર’

ગરવી ગુજરાતની સાથે ઉત્તરી પૂર્વના રાજ્યોની સંસ્કૃતિના સુભગ સમન્વય થકી એકભારત શ્રેષ્ઠ ભારતના દર્શન કરાવતો માધવપુરનો મેળો રાષ્ટ્રીય ફલક પર એક નવી ઓળખ મેળવવા જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તે મેળાનો શુભારંભ થશે તથા ઉત્તર-પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીઓનું માધવપુર ખાતે આગમન થશે.

Text To Speech

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ થયા હતા આજે પણ આ જ ભક્તિભાવ સાથે ભગવાનના વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને ભવ્ય મેળાનું આયોજન થાય છે રામનવમીથી પાંચ દિવસ સુધી લગ્ન પ્રસંગ ઉજવાઈ છે.આ મેળામાં દરરોજ દરરોજ સાંજે સાત વાગ્યાથી મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. જેમાં મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ અને મણીપુર રાજયોની સાંસ્કૃતિક પરફોર્મન્સ આપનાર ટીમોના કુલ 243 સભ્યો પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે.

પશ્ચિમનું પૂર્વોત્તર રાજ્યો સાથેનું મિલન એ ખરેખર તો બે સંસ્કૃતિઓનું મિલન ગણાશે
ગરવી ગુજરાતની સાથે ઉત્તરી પૂર્વના રાજ્યોની સંસ્કૃતિના સુભગ સમન્વય થકી એકભારત શ્રેષ્ઠ ભારતના દર્શન કરાવતો માધવપુરનો મેળો રાષ્ટ્રીય ફલક પર એક નવી ઓળખ મેળવવા જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તે  મેળાનો શુભારંભ થશે તથા ઉત્તર-પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીઓનું માધવપુર ખાતે આગમન થશે.

રાષ્ટ્રપતિ સહિતનાં મહાનુભાવો આવનાર હોવાથી રાષ્ટ્રીય કક્ષાનાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કવાયત

જાણો કયા-ક્યા રાજ્યોમાંથી કલાકારો આવ્યા
મણિપુરના 27 સભ્યો, અરુણાચલ પ્રદેશના 26 સભ્યો, ત્રિપુરાના 26 સભ્યો, આસામના 26 સભ્યો, મેઘાલયના 23 સભ્યો, મિઝોરમના 31 સભ્યો, નાગાલેન્ડના 29 સભ્યો, સિક્કીમના 28 સભ્યો અને મણીપુરના 27 સભ્યો પોરબંદર આવી પહોંચ્યા છે. સરકારની ગાઇડલાઇન મુજબ તેમના આર.ટી.પી.સી.આર કરવામાં આવશે અને માધવપુર ખાતે સાંજે ચાર વાગ્યે પ્રેક્ટિસ કરશે.

Back to top button