ગુજરાત

ભાવનગરની ચિત્રા GIDCમાં આવેલી ફેક્ટરીમાંથી રેશનિંગના ઘઉંનો મસમોટો જથ્થો ઝડપાયો

Text To Speech

ભાવનગરઃ શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાંથી સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને રેશનકાર્ડ આધારે વિતરણ કરાતો ઘઉંનો મસમોટો જથ્થો પુરવઠા વિભાગની ટીમે ઝડપી તપાસનો ધમધમાટ આદર્યો છે.

બાતમીને આધારે પુરવઠા વિભાગની કાર્યવાહી
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે સવારે ભાવનગર પુરવઠા વિભાગની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટનં-370માં સસ્તા અનાજની સરકારી દુકાનો રેશનિંગ શોપમાંથી રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતો ઘઉંનો જથ્થો પડ્યો છે, જે આધારે પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

અગાઉ પણ જથ્થો પકડાયો હતો
તપાસ દરમિયાન આ જથ્થો સરકારે રાહતદરની દુકાનોમાં ફાળવેલા ઘઉંનો જથ્થો જ હોવાનું પુરવાર થતાં ટીમે 150 ટનથી વધુ ઘઉંનો જથ્થો જપ્ત કર્યો હતો અને ફેકટરીધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફેક્ટરીમાંથી અગાઉ પણ કાળા બજારનાં અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો. લોકોમાં થતી ચર્ચા મુજબ ફેક્ટરી ધારક દ્વારા રેશનિંગમા વિતરણ થતાં ઘઉં ખરીદી તેનો મેંદો બનાવી એક્સપર્ટ કરવામાં આવે છે. હાલમાં તપાસ શરૂ હોવાથી કાર્યવાહી પૂર્ણ થતા સમગ્ર કૌભાંડ ઉજાગર થશે તેમ પુરવઠા વિભાગના અધિકારી એ જણાવ્યું હતું.

Back to top button