ટ્રેન્ડિંગનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

સ્ક્રીન વગરનું લેપટોપ? વિશ્વાસ નથી? તો જૂઓ વીડિયોઃ જાણો કેવી રીતે કરે છે કામ

  • આ નવું લેપટોપ છે Spacetop G1

HD ન્યૂઝ ડેસ્ક15 જૂનતમે તમારા લેપટોપ પર સ્ક્રીન સામે બેસીને કામ કર્યું હશે અને કરો પણ છો. પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે તમારી પાસે સ્ક્રીન વગરનું લેપટોપ હોઈ શકે? વાસ્તવમાં આ વાત સાચી પડી છે, આ દિવસોમાં સ્ક્રીન વગરના લેપટોપનો એક વીડિયો માર્કેટમાં વાયરલ થઈ રહ્યો છે. જે સાઈટફુલ કંપની દ્વારા ત્રણ વર્ષની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. ચાલો જાણીએ કે સક્રીન વગર આ લેપટોપ કેવી રીતે કામ કરી શકે છે.

શું તમે ક્યારેય સ્ક્રીન વગરનું લેપટોપ જોયું છે? તમે પણ કહેશો કે અમે શું વાત કરી રહ્યા છીએ, આવું પણ ક્યારેક થઈ શકે છે. પરંતુ આ થઈ ગયું છે ટેકનોલોજી જે રીતે દિવસે ને દિવસે આગળ વધી રહી છે. જેથી આ શક્ય બન્યું છે. Sightful કંપનીએ સ્ક્રીન વગરનું લેપટોપ લોન્ચ કર્યું છે. ત્રણ વર્ષની મહેનત બાદ Sightful કંપનીએ એક લેપટોપ બનાવ્યું છે જે ખરેખર સ્ક્રીન વગર કામ કરે છે. Sightful કંપનીની મહેનતે દુનિયાનું આ પહેલું AR લેપટોપ બનાવ્યું છે, જે AR ચશ્માની મદદથી 100 ઈંચનું વર્ચ્યુઅલ ડિસ્પ્લે દર્શાવે છે. કંપનીએ આ લેપટોપનું નામ Spacetop G1 રાખ્યું છે.

Sightful Spacetop G1ની કિંમત

કંપનીએ AR ટેક્નોલોજી સાથે આવતા આ અદ્ભુત લેપટોપની કિંમત $1700 (રૂ. 1,42,035) નક્કી કરી છે પરંતુ સામાન્ય રીતે આ લેપટોપ $1900 (રૂ. 1,58,745)માં છૂટક વેચાય છે. આ લેપટોપને 100 ડોલર (8355 રૂપિયા) ચૂકવીને બુક કરી શકાય છે, અને આ લેપટોપની ડિલિવરી ઓક્ટોબર 2024થી યુએસમાં શરૂ થઈ શકે છે. અત્યારે એ વિશે કંઈ કહી શકાય નહીં કે આવું કંઈક ભારતીય બજારમાં ગ્રાહકો માટે ક્યારેય લોન્ચ થઈ શકે છે કે નહીં?

Sightful Spacetop G1 ની વિશેષતાઓ જાણો

આ લેપટોપ, જે 100-ઇંચની વર્ચ્યુઅલ સ્ક્રીન ધરાવે છે અને ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે, ગ્રાફિક્સ માટે Qualcomm Snapdragon QCS8550 સાથે KRYO CPU અને Adreno 740 GPU નો ઉપયોગ કરે છે. આ લેપટોપ 16 GB LPDDR5 રેમ અને 128 GB UFS3.1 સ્ટોરેજનો ઉપયોગ કરે છે. કનેક્ટિવિટી માટે, આ લેપટોપમાં 2 USB Type-C પોર્ટ, Wi-Fi 7, 5G અને બ્લૂટૂથ વર્ઝન 5.3 સપોર્ટ છે. લેપટોપમાં 60Whની બેટરી છે, એવો દાવો કરવામાં આવ્યો છે કે એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી બેટરી 8 કલાક સુધી ચાલે છે. AR ચશ્મા વિશે વાત કરીએ તો, આ ચશ્મા સ્પષ્ટ અને ઉચ્ચ-રિઝોલ્યુશન OLED ડિસ્પ્લે પેનલ સાથે આવે છે.

આ પપણ વાંચો..Honor Magic V Flip થયો લોન્ચ, સેલ્ફી કેમેરા અને ફીચર્સ એવા છે કે લૂંટાવી દેશો દિલ

Back to top button