ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીને ટેકો આપનાર શખ્સની જમીન-મકાન જપ્ત

Text To Speech

શ્રીનગર (જમ્મુ-કાશ્મીર), 06 ડિસેમ્બર: પોલીસે બુધવારે જમ્મુ અને કાશ્મીના બાંદીપોરા જિલ્લામાં લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીના કથિત સહયોગીની રહેણાંક જમીન જપ્ત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદી સહયોગી ઈરફાન અહમદ ભટના પરિવારની રહેણાંકની 14 મરલા જમીન અશ્ટેન્ગુ બાંદીપોરા ખાતે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ અટેચ કરવામાં આવી હતી.

બાંદીપોરા પોલીસે એફઆઈઆર નંબર 43/2022 માં અશ્ટેન્ગુ બાંદીપોરા ખાતે રહેણાંકની 14 મરલા જમીન જપ્ત કરી છે. બાંદીપોર પોલીસના જણાવ્યા અનુસાર, આ જમીનને આતંકવાદની આવક તરીકે ઓળખવામાં આવી હતી અને તેને UAPA હેઠળ જોડવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન લશ્કરે તૌયબાના આતંકી સહયોગી ઈરફાન અહમદ ભટના પરિવારની છે.

મહત્ત્વનું છે કે ઈરફાનના ભાઈએ વર્ષ 2000માં પાકિસ્તાનમાં ઘૂસણખોરી હતી. હાલ પોલીસ જમીન જપ્ત કરી આગળની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: ગુફામાં સંતાઈને હુમલો કરનાર બે આતંકવાદી ઠાર

Back to top button