લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
બિહાર, 15 માર્ચ : બિહારના પૂર્વ કેબિનેટ મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની તબિયત લથડી છે. તેમને પટનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેજ પ્રતાપ યાદવે લો બ્લડ પ્રેશર સાથે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેને પટનાની મેડીવર્સલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સમર્થકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે
પૂર્વ મંત્રી તેજ પ્રતાપની નાદુરસ્ત તબિયતની જાણકારી મળ્યા બાદ આરજેડી કાર્યકર્તાઓ અને સમર્થકો હોસ્પિટલ પહોંચવા લાગ્યા. લોકો તેજ પ્રતાપ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી રહ્યા છે. હાલમાં ડોક્ટરોની ટીમ તેજ પ્રતાપની સારવાર કરી રહી છે. તબીબો તેજ પ્રતાપના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.
ગયા વર્ષે પણ તબિયત બગડી હતી
તેજ પ્રતાપની તબિયત શુક્રવારે અચાનક બગડી હતી. ગુરુવારે તેજ પ્રતાપ એક સાર્વજનિક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવા બક્સર વિસ્તારમાં હતા. આ પહેલા પણ તેજ પ્રતાપને ગત વર્ષે છાતીમાં દુખાવાની ફરિયાદના કારણે પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજ પ્રતાપ યાદવ બિહારની અગાઉની મહાગઠબંધન સરકારમાં પર્યાવરણ મંત્રી હતા. બીજી ટર્મમાં તેમની પાસે આરોગ્ય વિભાગનો હવાલો પણ હતો.
ચૂંટણીની જાહેરાત થતાં જ લાગુ પડશે આચારસંહિતા, જિલ્લા મેજિસ્ટ્રેટની વધશે જવાબદારી
વિદેશી મુદ્રા ભંડારમાં જોરદાર ઉછાળો, 10.5 અબજ ડોલરના વધારા સાથે અનામત 636 અબજ ડોલર સુધી પહોંચ્યું