ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

બાળકો સાથે જાતીય સતામણી કરવા માટે ઉશ્કેરનારી યુટ્યુબર ‘કુંવારી બેગમ’ને મળ્યા જામીન

Text To Speech
  • ઉત્તર પ્રદેશની છોકરી યુટ્યુબ પર બાળકો સાથે યૌન શોષણ કરવાની રીતો બતાવવાને કારણે ચર્ચામાં

ગાઝિયાબાદ, 14 જૂન: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની એક છોકરી યુટ્યુબ પર બાળકો સાથે યૌન શોષણ કરવાની રીતો બતાવવાને કારણે ચર્ચામાં છે. જોકે, આ મામલો બહાર આવ્યા બાદ પોલીસે તેણીની ધરપકડ કરી હતી. પરંતુ હવે તેને વચગાળાના જામીન મળી ગયા છે. યુવતી પર વીડિયો દ્વારા લોકોને બાળકો પર યૌન શોષણ કરવા માટે ઉશ્કેરવાનો અને બાળકો પ્રત્યે દુર્વ્યવહારને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. યુટ્યુબ પર કુંવારી બેગમના નામની એક ચેનલ છે, જેના પર તેણે ઘણા વીડિયો અપલોડ કર્યા છે.

યુટ્યુબર કુંવારી બેગમ કોણ છે?

એક સામાજિક કાર્યકર્તાએ કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની નોંધ લઈને યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. યુવતી પાસેથી મોબાઈલ અને લેપટોપ પણ મળી આવ્યા છે. 23 વર્ષીય યુટ્યુબરનું નામ શિખા મૈત્રેય છે, જે લાઈવ ગેમ સ્ટ્રીમિંગ કરે છે. 23 વર્ષીય શિખાએ તેની યુટ્યુબ ચેનલ પર બાળકોના જાતીય શોષણ માટે લોકોને ઉશ્કેર્યા હતા, જેના પછી હોબાળો થયો હતો.

23 વર્ષની શિખા ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દ્રગઢી વિસ્તારમાં રહે છે. તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) દિલ્હીમાંથી પાસઆઉટ છે. શિખા મૈત્રેય અગાઉ બેંગલુરુમાં પણ કામ કરી ચૂકી છે. પરંતુ છેલ્લા બે વર્ષથી તે યુટ્યુબ પર કુંવારી બેગમના બનીને એક ચેનલ ચલાવતી હતી, જેના પર તે વાંધાજનક વીડિયો શેર કરતી હતી. જો કે આ બાબતે સ્પષ્ટતા આપતા યુવતીએ કહ્યું હતું કે, તેની ચેનલના વીડિયોમાં છેડછાડ કરવામાં આવી છે.

આ પણ જુઓ: પાકિસ્તાની સંસદમાં ભારતીય ચૂંટણી પ્રક્રિયાના વખાણ! સાંસદે કહ્યું: શું આપણા દેશમાં પણ આવું થશે?

Back to top button