‘કૃષ્ણ કૃષ્ણ હરે હરે…’, જર્મનીની સિંગરે પીએમ મોદીને સંભળાવ્યું ભજન, જૂઓ વીડિયો
- ‘રામ આયેંગે’ ગીત ગાનાર જર્મનની સિંગરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા
- મુલાકાત દરમિયાન જર્મનની સિંગરે પીએમ મોદીને ભજન સંભળાવ્યું
તમિલનાડુ, 27 ફેબ્રુઆરી: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ‘રામ આયેંગે’ ગીત ગાઈને ઈન્ટરનેટ પર ધુમ મચાવનાર જર્મનની સિંગરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. પીએમ મોદીએ ‘મન કી બાત‘ કાર્યક્રમમાં આ સિંગરનો ઉલ્લેખ પણ કર્યો હતો. તમિલનાડુના પલ્લાડમમાં બેઠક દરમિયાન જર્મનની સિંગર કેસેન્ડ્રા મી સ્પિટમને પીએમ મોદીને ભજન સંભળાવ્યું છે. આ સાથે જ પીએમ મોદી પણ ભજન માણતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કેસેન્ડ્રા ભજન ગાઈ રહી છે અને પીએમ મોદી તેનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. આ પ્રસંગે કેસેન્ડ્રાના માતા પણ તેની સાથે ઉપસ્થિત હતાં.
અહીં જૂઓ વીડિયો:
View this post on Instagram
પીએમ મોદીએ ગયા વર્ષે જ કર્યા હતા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2023માં પોતાના કાર્યક્રમ મન કી બાતમાં 21 વર્ષની જર્મન સિંગર કેસેન્ડ્રાનો ઉલ્લેખ કર્યો હતો. તે તેની આંખોથી જોઈ શકતી નથી. કેસેન્ડ્રાએ તાજેતરમાં જ ‘જગત જાના પાલમ’ અને ‘શિવ પંચાક્ષર સ્તોત્રમ’ પણ ગાયું હતું. તેનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જર્મન સિંગરના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “આવો મધુર અવાજ… અને દરેક શબ્દ ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. અમે ભગવાન પ્રત્યેના તેના લગાવને પણ અનુભવી શકીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ અવાજ જર્મનીની પુત્રીનો છે.”
કેસેન્ડ્રાએ ભજનનો વીડિયો શેર કર્યો હતો
કેસેન્ડ્રાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હતો. આ પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેણીએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું 22મી (જાન્યુઆરી) પહેલા સમયસર પહોંચવા માંગતી હતી, તેથી હું આશા રાખું છું કે તમને બધાને આ ગમશે.’ કેસેન્ડ્રાની રામ આયેંગે ભજન પ્રસ્તુતિ લાખો લોકોએ જોઈ છે.
આ પણ વાંચો: વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળનું પીએમ નરેન્દ્ર મોદી કરશે ઉદ્દઘાટન