ગુજરાતમાં જાણો કયા કરી હવામાન વિભાગે વરસાદની આગાહી
- જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ
- 14 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની શક્યતાઓ
- 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે 14 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી
ચોમાસાની સિઝનના અંતમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ ફરી જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 17 ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવી મળી રહી છે. રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાતસ, ભૂતપૂર્વ ક્રિકેટરને વારસદાર બનાવ્યા