બનાસકાંઠા: થરાદ- વાવ તાલુકાના ગામોની ખારાશ વાળી જમીન, પાણી અને માટીના સેમ્પલ લેવામાં આવ્યા


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની જમીનમાં ક્ષાર અને ખારાશનું પ્રમાણ હોવાથી ઘણા સમયથી સરહદી વિસ્તારના ખેડૂતોની માંગણી હતી કે જમીનના સેમ્પલ લેવામાં આવે જે અનુસંધાને આજરોજ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(CSMCRI) ભાવનગર થી આવેલ ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ અને વાવ તાલુકાના ગામોની ખારાશ વાળી જમીનના પાણી અને માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
સરહદી ગામોની મુલાકાતે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(CSMCRI) ભાવનગરની ટિમ
સરહદી વિસ્તારમાં ખેતી લાયક જમીનમાં વધુ પડતો ક્ષાર અને ખારાશ હોવાથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. જેથી જમીનમાં રહેલ ક્ષાર અને ખારાશનું પ્રમાણ જાણી શકાય તો તેના આધારે આ જમીનમાં ખેતી કરવી કે નહી તે નક્કી કરી શકાય છે.
જે અંતર્ગત થરાદ તાલુકાના ખાનપુર, નાગલા, ભડોદર સહિતના ગામો તેમજ વાવ તાલુકાના અસારા, માવસરી, કુંડાળિયા અને છતરપુરા સહિતનાં ગામોની ખેતી ઉપયોગી જમીનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
બનાસકાંઠા : સરહદી વિસ્તારમાં ખેતી લાયક જમીનમાં વધુ પડતો ક્ષાર અને ખારાશ હોવાથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની !#palanpur #banaskantha #Farmers #farming #salinity #gujaratupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/oX1u2kmpXi
— Hum Dekhenge News (@humdekhengenews) April 19, 2023
આ કામગીરી દરમિયાન થરાદ પ્રાંત અધિકારી કે. એસ ડાભી, ખાનપુરના સરપંચ, પૂર્વ સરપંચ નાગજીભાઈ પટેલ, ડોડગામના સરપંચશ્રી તથા નાગલા, ભડોદર, અસારા, માવસરી, કુંડાળિયા અને છતરપુરા સહિતના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 40 દિગ્ગજો ઉતરશે મેદાનમાં, BJPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી