ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા માટે શું છે ભારતનો પ્લાન જાણો

  • IMF, S & P GLOBAL RATINGS અને MORGAN STANELY પ્રમાણે 2025માં ભારત 6.8 % ગ્રોથ રેટ
  • 20245માં ભારતની GDP 4 ટ્રિલિયન ડૉલરથી પણ આગળ નીકળી જાશે
  • 2027 સુધી ઈકોનોમિકલી 3જો સુપરપાવર દેશ બનવા માટે ભારતના બે ટારગેટ- જાપાન અને જર્મની

HD ન્યુઝ ડેસ્ક,17 મે:  ભારતની પ્રગતિ અને ઇકોનોમિક ગ્રોથ રેટમાં થઈ રહેલા વધારાના UN( સંયુક્ત રાષ્ટ્ર) અને IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ આ માટે ભારતની પ્રશંસા કરી છે. આ સંસ્થાઓએ અનુમાન લગાવ્યું છે કે ભારતના માથા પર થોડાક જ સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો તાજ હશે. હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમને પણ જણાવ્યું હતું કે 2027 સુધી ભારત સૌથી મોટો સુપરપાવર દેશ બની જશે. ત્રીજા નંબર પર પહોંચવા માટે ભારતની પાસે બે ટારગેટ છે- એક જાપાન અને બીજું જર્મની.

IMFએ છેલ્લા મહિનામાં ભવિષ્યવાણી કરી હતી કે ભારત છેલ્લા કેટલાક મહિનામાં જાપાનને પાછળ રાખી દેશે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, એક અનુમાન છે કે 2025 સુધી ભારતના હાથમાં દુનિયાની ચૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આ પછી ત્રીજા સુપરપાવર દેશ બનવા માટે માટે માત્ર એક જ ટાર્ગેટ જર્મની છે. જોકે, જર્મનીથી આગળ નીકળવા માટે ભારતે હજુ પણ બે વર્ષની રાહ જોવી પડશે.

2025 સુધી જાપાનને પણ પાછળ છોડી દેશે

16મેના રોજ પીએમના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે જણાવ્યું હતું કે 7 % ઈકોનોમિક ગ્રોથ સાથે આગામી નાણાકીય વર્ષમાં ભારત 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જાશે. ભારત વર્તમાનમાં 3.7 ટ્રિલિયન ડોલરની નોમિનલ GDPની સાથે પાંચમી સૌથી મોટી ઈકોનોમી છે, જ્યારે જાપાનની GDP 4.1 ટ્રિલિયન ડોલર છે. સાન્યાલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષેના અંત કે નવા વર્ષની શરુઆત સાથે ભારત જાપાનથી આગળ નીકળી જાશે અને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જાશે.

2027માં જર્મની કરતા પણ આગળ

પીએમ મોદીએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે  અને દેશની અર્થવ્યવસ્થામાં ઝડપથીિ થઈ રહેલા ફેરફાર દેશને પીએમ મોદીના સંકલ્પની તરફ લઈ જઈ રહ્યો છે. 20245માં ભારતની GDP 4 ટ્રિલિયન ડોલરથી પણ આગળ નીકળી જાશે. જ્યારે હાલના સમયમાં જર્મનીની GDP 4.6 ટ્રિલિયન ડોલર છે. સંજીવ સાન્યાલ પ્રમાણે, ”જર્મનીની GDPમાં કોઈ ફેરફાર નથી થઈ રહ્યો,આથી ભારતની સામે તે સ્થિર ટારગેટ છે. લગભગ 2 વર્ષમાં આપણે જર્મનીને પાછળ છોડી દેશું અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ઘણા જ નજીક છે. ભારતનો ગ્રોથ રેટ 7 %ની આસપાસ છે અને અમે 9 સુધી પહોંચવા માટે ઉત્સાહિત છીએ. બીજી બાજુ IMF, S & P GLOBAL RATINGS અને MORGAN STANELYના નાણાકીય વર્ષ 2025માં ભારત માટે 6.8 % ગ્રોથ રેટનું અનુમાન છે.”  ECONOMY

કેટલા દેશોને પાછળ છોડ્યા ભારતે?

1980થી2000 સુધી ભારત 13માં સ્થાન પર હતું, પણ 2022માં 5મું સ્થાન હાંસલ કર્યું. 1980થી2000ની વચ્ચે ભારતની આગળ કોરિયા, સ્પેન, બ્રાઝીલ, મેક્સિકો, કેનેડા, ઈટાલી, ચીન, ફ્રાન્સ, યુનાઈટેડ કિંગડમ, જર્મની, જાપાન અને યુ.એસ. હતું. 2022 સુધી ચીન બીજા નંબર પર આવી ગયું હતું. કોરિયા, સ્પેન, બ્રાઝીલ, મેક્સિકો, કેનેડા, ઈટાલી, ચીન અને ફ્રાન્સને પાછળ છોડીને ભારત 5માં સ્થાને પર આવી ગયું છે.

આ પણ વાંચો: ભારત સામે નેપાળ ઘૂંટણીએઃ નેપાળી પ્રમુખના આર્થિક સલાહકારે રાજીનામું આપવું પડ્યું, જાણો કારણ

Back to top button