ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના ગોઝારા અકસ્માત પર જાણો IPS સફીન હસને શું કહ્યું

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યુંઃ  આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. આ દરમિયાન હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ સોલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછવા પહોંચ્યા છે.

ઝડપી તપાસ કરાવવાની બાહેધરીઃ હર્ષ સંઘવીએ આ કેસને લઈની ઝડપી તપાસ કરાવવાની બાહેધરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. આજ સાંજ પહેલા જ RTOનો રિપોર્ટ મળી જશે, આવતીકાલે સાંજ પહેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવી જશે. આવતીકાલ રાત પહેલા FSLનો રિપોર્ટ આવી જશે. આ કેસમાં એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે. જેથી કરીને કોઈ નબીરાઓ ભવિષ્યમાં આવી હિંમત ન કરે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવમાં આવશે. વકીલના નિવેદન લઈને તેમણે કહ્યું કે, મને દુઃખ છે કે આ વ્યક્તિ પાસે વકીલની ડિગ્રી છે, વકીલની ડિગ્રી હોવા છતાં માનવતા નેવે મૂકી છે.

 ડ્રાઈવ કરવામાં આવશેઃ બીજી તરફ સોલા સીવીલે તપાસ કરવા આવેલા ips સફીન હસને મીડિયા સાથે વાતચીતમાં જે કહ્યુ હતું કે અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. ips સફીન હસને મીડિયા સાથે કરી વાતચીત કરતા આગળ જણાવ્યું હતુ કે આ મામલે કડક કાર્યવાહી કરીશું તથા જે અમદાવાદમાં જે ટ્રાફિક અને અકસ્માતો છે એના માટ ડ્રાઈવ કરવામાં આવશે

આ પણ વાંચોઃ અમદાવાદનો સૌથી ભયાનક અકસ્માત, ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત જોવા ઉભેલા ટોળા પર જેગુઆર કાર ફરી વળતા 9 લોકોના કમકમાટી ભર્યા મોત

Back to top button