ટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીલાઈફસ્ટાઈલ

જાણો 2025 સુધીમાં લોન્ચ થનારી આ ત્રણ અપકમિંગ કોમ્પેક્ટ SUV વિશે

  • ભારતમાં SKODA, Hyundai અને Kia કંપની લોન્ચ કરશે કોમ્પેક્ટ SUV
  • SKODA માર્ચ 2025સુધીમાં લોન્ચ કરી શકે છે તેની ન્યુ કોમ્પેક્ટ SUV

HD ન્યુઝ ડેસ્ક, 12 મે: ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની જાણીતી બ્રાન્ડ સ્કોડાએ માર્ચ 2025 સુધીમાં તેની ન્યુ કોમ્પેક્ટ SUV લોન્ચ કરવાની યોજના જાહેર કરી છે. SKODA  તેના અપકમિંગ મોડલમાં વ્યાપક રીતે સ્થાનિક MQB A0 IN આર્કીટેક્ટચર પર બિલ્ટ કરશે. જેની કોમ્પેક્ટ SUV કુશાક સાથે ઘણી બધી ફેસિલિટી શેર કરે તેવી અપેક્ષા છે. આ કારનું અનેક વખત ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે જેના હાલમાં સંભાવિત નામ Kwiq, Kymaq, Kylaq, Kariq અથવા Kyroqનો સમાવેશ થાય છે. આ સિવાય હ્યુન્ડાઈ, કિઆ પણ તેની અપકમિંગ કાર લોન્ચ કરશે.

Skoda(Untitiled)

 

SKODAની આ અપકમિંગ કોમ્પેક્ટ SUV મોડલ 1.0 લિટર, 3 સિલિન્ડર, ટર્બો-પેટ્રોલ એન્જિન દ્વારા ચાલશે. જેનું એન્જિન 115hp પાવર અને 178Nm ટોર્ક આપવામાં સક્ષમ છે. કસ્ટમરની સરળતા માટે કંપનીએ આ મોડલમાં મેન્યુઅલ અને ટ્રાન્સમિશન એમ બે વિકલ્પ આપ્યા છે. આ ખાસ ફેસિલિટીના કારણે સ્કોડાની આ અપકમિંગ કોમ્પેકટ SUV કારને રોબસ્ટ પર્ફોમન્સ આપશે.

Venue(New gen.) 

Hundai venue (new gen.)

 

આ વર્ષે હ્યુન્ડાઈ કંપનીની Hyundai Venueનું ન્યુ જનરેશન મોડલ લોન્ચ થઈ શકે છે. હ્યુન્ડાઈ વેન્યુના અપડેટેડ મોડલનું ઉત્પાદન જીએમ પાસેથી હ્યુન્ડાઈ હસ્તગત નવા તાલેગાંવ પ્લાન્ટમાં શરુ થશે. આ મોડલને ઈન્ટરનલી Q2Xi તરીકે ઓળખવામાં આવે છે. 2025માં લોન્ચ થનારી હ્યુન્ડાઈ વેન્યુની ડિઝાઈન, ફિચર્સ ઘણા બધા અપડેટ્સ આવવાના છે. જોકે તેમાં મિકેનિકસી કોઈ ફેરફાર નહીં હોય.

 Kia Clavis

kia clavis

 

Kiaની Clavis કાર ભારતના માર્કેટમાં 2025 લોન્ચ થઈ શકે છે. આખરે, Kia ભારતીય માર્કેટમાં 2025માં તેની Clavisનામની કાર લોન્ચ કરશે કે જે Syros તરીકે પણ ઓળખાય છે. Kiaના આ નવા મોડલને કિયા સોનેટ અને કિયા સેલ્ટોસ વચ્ચે લાઈનઅપ પ્લેસ આપવામાં આવશે. ક્લેવિસ કે સિરોસની ડીઝાઈનમાં વિશિષ્ટ સ્ટાઈલ આપવામાં આવશે જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોપ્યુલર એવી Soul SUV કારથી પ્રેરિત હશે. આ મોડલ કૂલ ત્રણ ICE, હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક વેરિયન્ટમાં જોવા મળશે. આ કારની ફેસિલિટીની વાત કરીએ તો તેમાં એડવાન્સ લેવલના ફિચર્સ આપવામાં આવશે. જેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો ઇન્ટિગ્રેશન, ડિજિટલ કોન્સોલ અને એડવાન્સડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS), આ સિવાય પેનોરેમિક સનરુફ અને વાયરલેસ ચાર્જર પણ હશે. કીઆ ક્લેવિસનું ઇલેક્ટ્રિક વર્ઝન 2025ના સેકન્ડ હાફમાં આવી શકે છે.

આ પણ વાંચો: MG મોટરે 100 Year લિમિટેડ એડિશનના 4 મોડલ કર્યા લોન્ચ, જાણો શું છે કિંમત? 

Back to top button