ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી તેજી, ટૂ-વ્હીલરનું થયું રેકોર્ડબ્રેક સેલિંગ

Text To Speech
  • ટૂ-વ્હીલરના વેચાણમાં 13.3 ટકાનો વધારો
  • અન્ય વાહનોના વેચાણમાં જોવા મળી વૃદ્ધી
  • ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની સંસ્થાએ જાહેર કર્યો રિપોર્ટ

નવી દિલ્હી, 12 એપ્રિલ: હાલમાં દેશના ઓટોમોબાઈલ સેક્ટર સારા એવા પ્રમાણમાં ગ્રોથ કરી રહ્યું છે. જેમાં ટૂ-વ્હીલર,કાર,ટ્ર્ક હોય કે પછી ટ્રેકટર હોય દરેક પ્રકારના વાહનોના વેચાણમાં તેજી જોવા મળી રહી છે ઓટોમોબાઈલના લગભગ બધા સેક્ટરમાં રેકોર્ડબ્રેક સેલિંગ જોવા મળી રહ્યું છે. ભારતમાં પેસેન્જર વાહનો(કાર)ના વેચાણમાં પણ જથ્થાબંધ વેચાણ નાણાકીય વર્ષ 2023-2024માં વાર્ષિક 8.4 ટકા ધોરણે વધીને 42,18,746 યુનિટ થયું હતું. ઓટોમોબાઈલ ઉદ્યોગ બોડી SIAM (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ)એ શુક્રવારે જાહેર કરેલા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2022-2023માં ટોટલ પેસેન્જર વાહનોનો પુરવઠો 38,90,114 યુનિટ જેટલો રહ્યો હતો.

બાઈકો પણ ધુમ વેચાઈ રહી છે

સિયામના રિપોર્ટ પ્રમાણે, ગત નાણાકીય વર્ષ 2023-24માં ટૂ-વ્હિલર વાહનોનું વેચાણ 13.3 ટકા વધીને 1,79,74,365 યુનિટ જેટલું થયું હતું. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં આ આંકડો 1,58,62,771 હતો

મોટર વાહનના છૂટક વેચાણમાં 10 ટકાનો ઉછાળો

હાલમાં જ પેસેન્જર વાહન, થ્રી-વ્હીલર અને ટ્રેક્ટરના રેકોર્રડબ્રેક વેચાણના આધારે મોટર વાહનના છૂટક વેચાણમાં 10 ટકાના વધારા સાથે 2,45.30.444 યુનિટ થયું હતું. જ્યારે 2022-23માં 2,22,41,361 યુનિટ હતું. પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર વાહનો અને ટ્રેક્ટરોની ગયા વર્ષે રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું. જ્યારે માર્ચમાં કુલ રજીસ્ટ્રેશન વાર્ષિક ધોરણે 3 ટકાના દરે વધીને 21,27,777 યુનિટ થયું હતું. માર્ચ 2023માં 3,43,527 યુનિટની તુલનાએ પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ 6 ટકા ઘટીને 3,22,345 યુનિટ જેટલું થયું હતું. જોકે, ગયા મહિને ટૂ-વ્હીલરના રજીસ્ટ્રેશનમાં વાર્ષિક ધોરણે 5 ટકા વધીને 15,29,875 યુનિટ થયું હતું.

આ પણ વાંચો:  ટાટા, મારુતિ અને મહિન્દ્રા લોન્ચ કરશે નવા ઇલેક્ટ્રિક વાહનો, તેમાં SUV પણ હશે સામેલ

Back to top button