IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

KKR vs RR: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

કલકત્તા, 16 એપ્રિલ: IPL 2024ની 31મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો સામ સામે છે. કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન: ફિલિપ સોલ્ટ (W), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (C), વેંકટેશ ઐયર, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ

IPL 2024માં શું છે સ્થિતિ?

IPLની આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. જેમાંથી 4 મેચમાં જીત મેળવી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે હાલ ટેબલ પર બીજા સ્થાન પર છે. જ્યારે રાજસ્થાન રોયલ્સની જો વાત કરીએ તો આ ટીમે સિઝનની 6 મેચ રમી છે તેમાંથી પાંચ મેચમાં જીત મેળવીને ટેબલમાં ટોપ પર છે.

પીચ રિપોર્ટ

કલકત્તાના ઈડન ગાર્ડન્સની પીચ હંમેશા બેટિંગ માટે આદર્શ માનવામાં આવે છે. આ મેદાન પર આયોજિત સિઝનની પ્રથમ મેચમાં બંને ટીમોએ 200+નો સ્કોર કર્યો હતો.  KKR અને રાજસ્થાન વચ્ચેની મેચમાં પિચ સપાટ રહેવાની આશા છે. આવી સ્થિતિમાં બેટ્સમેનો માટે રન બનાવવાનું સરળ બની જશે.

આ પણ વાંચો: RCB હજી પણ પ્રવેશી શકે છે પ્લેઓફમાં, જાણો કેવી રીતે?

Back to top button