IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

KKR vs LSG: કોલકાતાએ લખનૌને ખરાબ રીતે હરાવ્યું, 8 વિકેટે મેળવી જીત

Text To Speech
  • કોલકાતા નાઇટ રાઇડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું છે. ફિલિપ સોલ્ટે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું

કલકત્તા, 14 એપ્રિલ: IPL 2024ની 28મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)વચ્ચે કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 161 રન બનાવ્યા હતા. ત્યારે જવાબમાં કોલકાતાએ 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ફિલિપ સોલ્ટે શાનદાર બેટિંગ કરી અને કોલકાતા તરફથી અણનમ 89 રન બનાવ્યા. 47 બોલનો સામનો કરીને તેણે 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે અણનમ 38 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન લખનૌ તરફથી બોલિંગ કરતા મોહસીન ખાને 2 વિકેટ ઝડપી હતી.

ફિલિપ સોલ્ટની શાનદાર બેટિંગ, જૂઓ વીડિયો

લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતાને 162 રનનો આપ્યો હતો ટાર્ગેટ

પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. નિકોલસ પુરને 32 બોલમાં 45 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 39 રનની ઇનિંગ રમી હતી. ડી કોક 10 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન કોલકાતા તરફથી બોલિંગ કરતા મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન: ફિલિપ સોલ્ટ (W), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (C), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ(C/W), દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, શમર જોસેફ, યશ ઠાકુર

આ પણ વાંચો: રોહિત શર્મા ક્યારે કહેશે ક્રિકેટને અલવિદા? હિટમેને નિવૃત્તિ પર આપ્યું મોટું નિવેદન

Back to top button