ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીર, હિમાચલ અને લદ્દાખમાં સફેદ ચાદર પથરાઈ, જૂઓ આ નયનરમ્ય દ્રશ્યો

હમ દેખેંગે ન્યૂઝ ડેસ્ક (અમદાવાદ), 04 ફેબ્રુઆરી: લાંબા વિરામ બાદ પહાડી વિસ્તારોમાં તેમજ ખીણ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. તાજી હિમવર્ષા બાદ રવિવારે કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ફરી એકવાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. બરફ વર્ષાના કારણે સહેલાણીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ચારેબાજુ ન્યનરમ્ય નજારો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, લદ્દાખ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. કાશ્મીરમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી ગગડી ચૂક્યું છે. બીજી તરફ, હિમવર્ષાના કેટલાક સુંદર ફોટો અને વીડિયો વાયરલ થયા છે.

@basiitzargar

જમ્મુ-કાશમીરના શ્રીનગરમાં સતત હિમવર્ષા થઈ રહી છે.  ત્યાનાં તળાવોમાં ચાલતી શિકારા બોટ પણ બરફથી ઢંકાઈ ગઈ છે.

@basiitzargar

શ્રીનગરના પહાડ હોય કે, રસ્તાઓ હોય કે પછી તળાવ ચારેબાજુ બરફ જ જોવા મળી રહ્યો છે. આ ફોટો શ્રીનગરના એક ફોટોગ્રાફર બાસિત ઝરગર દ્વારા લેવામાં આવ્યો છે.

કાશ્મીરના ડોડામાં સતત હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં રસ્તાઓ અને વાહનો બરફથી ઢંકાઈ ગયા છે. રવિવારે અહીં તાપમાન 1 ડિગ્રી નોંધાયું હતું.

@basiitzargar

ગુલમર્ગમાં હિમવર્ષાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. દેશના ખૂણે-ખૂણેથી  લોકો આ દ્રશ્યને નિહાળવા માટે આવી રહ્યા છે. જો કે, બીજી તરફ, ભારે હિમવર્ષાના કારણે શ્રીનગરથી ઉપડતી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

@basiitzargar

સફેદ પહાડો પર પ્રવાસીઓ સ્નો એક્ટિવિટી કરતા જોવા મળી રહ્યા છે.  આ દ્રશ્ય ગુલમર્ગનું છે.

હિમાચલ પ્રદેશના રોહતાંગમાં હિમવર્ષા

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ માણ્યો

@Nonojojo_1707

લદ્દાખમાં લેહ વિસ્તારના રસ્તાઓ પર હિમવર્ષાથી સફેદ ચાદર ચારેબાજુ પથરાઈ ગઈ છે. તેમજ રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે.

@drassonline

લદ્દાખમાં કારગીલના જાણીતા દરાસ વિસ્તારમાં આ ઋતુની પહેલી હિમવર્ષા થતાં નદી-નાળા બરફથી થીજી ગયા છે. આ ઉપરાંત અદ્દભુત નજારો સર્જાયો છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા: ગુલમર્ગમાં બરફની ચાદર પથરાઈ, જૂઓ વીડિયો

Back to top button