ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારે હિમવર્ષાના કારણે અટલ ટનલ પાસે ફસાયેલા 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ

Text To Speech

કુલ્લુ-મનાલી (હિમાચલ પ્રદેશ), 31 જાન્યુઆરી: અટલ ટનલના સાઉથ પોર્ટલ (SP) પાસે ભારે હિમવર્ષાના કારણે લગભગ 300 પ્રવાસીઓ ફસાયા હતા, જે બાદ પોલીસને તાત્કાલિક એલર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યૂ કરાયું હતું. કુલ્લુના એસપી સાક્ષી વર્માએ જણાવ્યું કે, ‘લગભગ 50 વાહનો અને હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બસ ATRના સાઉથ પોર્ટલ (SP) પાસે ફસાઈ ગઈ હતી, જેમાં લગભગ 300 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. તમામ પ્રવાસીઓને એટીઆરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે હિમવર્ષની આગાહી

સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. ઉપરાંત, રાજ્યના નીચલા પહાડી અને મેદાની વિસ્તારોમાં પ્રસંગોપાત વાવાઝોડું અને વીજળી પડી શકે છે, જ્યારે મધ્ય અને ઉચ્ચ ટેકરીઓના અલગ-અલગ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન નીચલા પહાડી વિસ્તારમાં સામાન્ય અને મધ્યમ અને ઉચ્ચ ટેકરીઓમાં સામાન્ય કરતાં ઓછું રહેશે.

હિમાચલમાં સફેદ ચાદર પથરાઈ ગઈ

હિમાચલ પ્રદેશમાં બુધવારે એટલે કે આજે અને આવતીકાલે વરસાદ અને હિમવર્ષાના ઓરેન્જ એલર્ટ વચ્ચે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશના ઉપરના વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા છે. શિમલા નજીક ચરાબરામાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. શિમલાના નારકંડા અને લાહૌલના કીલોંગમાં હિમવર્ષા થઈ રહી છે. ચારે બાજુ ન્યનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: કાશ્મીરના પહાડો પર છેલ્લા 24 કલાકથી સતત હિમવર્ષા, 2 ફેબ્રુઆરી સુધી યથાવત

Back to top button