ટ્રેન્ડિંગમનોરંજન

ફેનને ડેટ કરવા ઈચ્છે છે કાર્તિક આર્યન, જાણો કેમ ‘ચંદૂ ચેમ્પિયન’એ કહ્યુ આવું?

Text To Speech
  • કાર્તિક આર્યન પહેલીવાર એથ્લીટના રોલમાં જોવા મળશે, જે લવર બોયની ઈમેજથી સાવ અલગ છે, ‘ચંદુ ચેમ્પિયન’ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. તેમાં કાર્તિકના લુકની પણ ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે. 

1 જૂન, મુંબઈઃ કાર્તિક આર્યન હાલમાં તેની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન‘ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મમાંથી તેના ઘણા લુક્સ પણ સામે આવ્યા છે, જેને જોઈને ચાહકોની આ ફિલ્મને લઈને ઉત્સુકતા વધી રહી છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેમાં કાર્તિક આર્યન પહેલીવાર એથ્લીટના રોલમાં જોવા મળશે, જે લવર બોયની ઈમેજથી સાવ અલગ છે, જેની એક ઝલક ગઈકાલે રીલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરમાં પણ જોવા મળી હતી. ટ્રેલરમાં કાર્તિકે પોતાની જોરદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. આર્મી સૈનિક મુરલી પેટકરના પાત્રમાં કાર્તિક સંપૂર્ણપણે ફિટ દેખાઈ રહ્યો હતો, જેને જોઈને ફીમેલ ફેન્સની દિવાનગી વધી ગઈ છે. તાજેતરમાં જ્યારે કાર્તિક એક ઈવેન્ટમાં પહોંચ્યો તો ફીમેલ ફેને તેને ડેટિંગ માટે પૂછી જ લીધું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ફેનને ડેટિંગના જવાબમાં શું કહ્યું કાર્તિકે?

તાજેતરમાં કાર્તિક આર્યન લંડનની ‘યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન’માં એક આમંત્રણમાં સામેલ થયો હતો. જ્યાં ફેન ઈન્ટરેક્શન સેશન દરમિયાન, એક ચાહકે ‘ચંદુ ચેમ્પિયન’ અભિનેતાને પૂછ્યું કે શું તે તેના કોઈપણ ચાહકો સાથે ડેટ પર જવા ઈચ્છશે? ત્યારબાદ કાર્તિકે જે જવાબ આપ્યો તે સાંભળીને બધા હેરાન રહી ગયા. કાર્તિકે પોતાના ફેન્સના આ સવાલનો જવાબ આપતાં કહ્યું, ‘કેમ નહીં’! અભિનેતાનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ ચાહકો તાળીઓ પાડવા લાગ્યા. હવે અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

કાર્તિકના વર્ર ફ્રંટની વાત કરીએ તો તે ખૂબ જલ્દી ‘ચંદુ ચેમ્પિયન’માં જોવા મળશે. આ ફિલ્મ 2024ના રોજ થિયેટર્સમાં રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુરલીકાંત પેટકરના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત કાર્તિક અનીસ બઝમીની હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કાર્તિકની ફેન તેને મળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી

કાર્તિક આર્યનની તેના ફેન્સ સાથે વાત કરતી એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં કાર્તિકની એક ફેન તેને મળીને એટલી ખુશ થઈ જાય છે કે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આ જોઈને કાર્તિક ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તેના ફેન્સને હગ કરી લે છે. અભિનેતા ‘ચંદુ ચેમ્પિયન’ના પ્રમોશન માટે ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાં હતો, જ્યાં એક મહિલા ચાહક કાર્તિક આર્યનને તેની સામે જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તે પોતાની જાતને રોકી શકી નહીં અને રડવા લાગી. તેણે ચાહકને હગ કરીને સાંત્વના આપી અને થોડીવાર તેની સાથે વાત પણ કરી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ આ ગુજરાતી પરિવારે સસ્તા ભાડાંમાં સ્વિટ્ઝરલેન્ડની જાતરા કરી, જાણો મજાનું પ્રવાસ વર્ણન

Back to top button